ટંકારા : ખેતર જોવા ગયેલ મહિલા ઉપર હિંસક હુમલો : સામસામી ફરિયાદ

- text


નેકનામના આઠ શખ્સો વિરુદ્ધ ગુંન્હો નોંધતી પોલીસ : વળતી ફરીયાદ નોંધાઇ

ટંકારા : ટંકારાના નેકનામ ગામે રાજકોટથી પોતાનું ખેતર જોવા આવેલ ગરાસિયા મહિલા સહિત બે ઉપર નેકનામ ગામના ગરાસિયા પરિવાર દ્વારા હિંસક હીંચકારો હુમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડવામાં આવતા આ મામલે ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે.સામાપક્ષે આરોપી દ્વારા પણ ત્રણ વ્યક્તિઓ સામે વળતી ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે સામ સામી ફરિયાદ નોંધી છે.

ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ ટંકારા તાલુકાના નેકનામ ગામે જમીન ધરાવતા પૂજાબા જયદીપસિંહ જાડેજા રહે. ફોર્ચ્યુન ગાર્ડનીયા ફ્લેટ, નાગેશ્વર, જામનગર રોડ, રાજકોટ વાળા સાહેદ ગીતાબા સાથે પોતાના પાતા નામના ખેતરે જમીન જોવા જતા નેકનામ ગામે રહેતા આરોપી (૧) માધાંશ્રી ઉર્ફે કાનો જગતસિંહ ઝાલા (૨) કુલદિપસિંહ ઉર્ફે યશપાલસિંહ ભવાનસિંહ ઝાલા (૩) યુવરાજસિંહ ભવાનસિંહ ઝાલા (૪) ધીરજબા ભવાનસિંહ ઝાલા (૫) નિર્મળાબા શિકતસિંહ ઝાલા (૬) નીલમબા યુવરાજસિંહ ઝાલા (૭) શીતલબા કુલદિપસિંહ ઝાલા તથા (૮) રૂપાબા માંધાશ્રી ઉર્ફે કાનો ઝાલા રહે બધા –નેકનામ,તા. ટંકારાવાળાઓ ઇકો ગાડી અને મોટર સાયકલ લઈ આવ્યા હતા અને ફરિયાદી પર હુમલો કર્યો હતો.

- text

સમાપક્ષે ધીરજબા ભવાનસિંહ ઝાલાએ વળતી ફરિયાદ નોંધાવી આરોપી ગીતાબા મયુરસિંહ ઝાલા, પૂજાબા મયુરસિંહ ઝાલા અને ધ્રુવરાજસિંહ મયુરસિંહ ઝાલા રે. નેકનામ વાળા વિરુદ્ધ પોતાના પુત્રના કબજા વાળા ખેતરમાં અપપ્રવેશ કરી ત્રણેય આરોપીઓ દ્વારા કપાસના વાવેતરમેં નુકશાન પહોંચાડતા આ મામલે ફરિયાદ નોંધાવી હતી.

આ મામલે ટંકારા પોલીસે બન્ને અલગ – અલગ ફરિયાદ નોંધી તમામ આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધી આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

 

- text