આમા શિક્ષણ ક્યાંથી સુધરે ! મોરબી તાલુકાના ૧૦૩૫ શિક્ષકોને પગારના ફાંફાં

- text


ઓગષ્ટ માસનો પગાર હજુ સુધી ન ચૂકવતા શિક્ષકોની હાલત કફોડી

મોરબી : મોરબી જિલ્લાની સરકારી શાળાઓ શિક્ષણથી લઈ રમત – ગમત સહિતના ક્ષેત્રે સમગ્ર રાજ્યમાં આગળ છે છતાં શિક્ષકોને પગાર ન ચૂકવવમાં આવતા શિક્ષકોની હાલત કફોળી બની છે, ચાલુ માસની ૨૪ તારીખ વીતવા છતાં શિક્ષકોને હજુ ઓગષ્ટ માસના પગાર ચૂકવાયા નથી અને જિલ્લા શિક્ષણાધિકારી પણ પગાર ચૂકવાઈ ગયાના બણગાં ફૂંકી રહ્યા છે તો શિક્ષકોના હિતની વાતો કરતું જિલ્લા શિક્ષક સંઘ આ બાબતે રસ ન લેતા શિક્ષકોમાં કચવાટ ફેલાયો છે.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી જિલ્લાના પ્રાથમિક શિક્ષકોને આખો ઓગષ્ટ મહિના બાદ સપ્ટેમ્બર મહિનો પણ વીતવા આવ્યો હોવા છતાં મોરબી તાલુકાના ૧૦૩૨ પ્રાથમિક શિક્ષકો પગારથી વંચિત છે. આશ્ચર્ય તો એ વાતનું છે કે મોરબી સિવાયના ચાર તાલુકામાં પગારના ચૂકવણા થઈ ગયા છે અને એ પણ ૧૮ સપ્ટેમ્બરે ગ્રાન્ટ રિલીઝ કરાયા બાદ પગાર ચૂકવાયો હોવા છતાં જિલ્લા શિક્ષણાધિકારી પહેલી, બીજી તારીખે જ ઓગષ્ટ માસનો પગાર ચૂકવાઈ ગયો હોવાના બણગાં ફૂંકી રહ્યા છે.

- text

બીજી તરફ પગાર ન ચૂકવાતા શિક્ષકોમાં ખૂબ જ નારાજગી જોવા મળી રહી છે કારણ કે, પગાર મોડો થવાના કારણે શિક્ષકો એ લીધેલ બેંકલોન, સરકારી લોન કે શિક્ષકોએ શરાફી મંડળીમાંથી લીધેલ લોનના હપ્તા સમયમર્યાદામાં જમા ન થતા હોવાથી, ઘણી બધી મુશ્કેલીઓ પડી રહી છે.

ફિક્સ પગારમાં ફરજ બજાવતા શિક્ષકોની હાલત તો અત્યંત કફોડી જોવા મળે છે, શિક્ષકો આર્થિક સંકડામણ અનુભવે છે, શિક્ષકોને આટલી મુશ્કેલી હોવા છતાં પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા શિક્ષકોને પડતી આવી બધી મુશ્કેલીઓ હલ કરવામાં રસ ન હોય એવો ઘાટ ઘડાયો હોવાનું ખુદ શિક્ષકો જ જણાવી રહ્યા છે.

 

- text