મોરબીમાં મધ્યરાત્રીએ એસપીની હાજરીમાં દબાણ હટાવ ઝુંબેશ

- text


૧૦૦ થી ૧૫૦ હોર્ડિંગ્સ, ૧૫ રેકડી કેબીનો હટાવાયા : જિલ્લા પોલીસ વડા, નગરપાલિકા પ્રમુખ, એ- ડિવિઝન પોલીસ સહિતની ટીમોની કામગીરી

મોરબી : મોરબીમાં જટિલ બનેલી ટ્રાફિક સમસ્યા દિવસે – દિવસે વિકરાળ રૂપ ધારણ કરી રહી હોય આજે નગર પાલિકા અને પોલીસે મધ્યરાત્રીએ સયુંકત ઓપરેશન હાથ ધરી ભક્તિનગર સર્કલથી ગાંધીચોક સુધીના તમામ દબાણ હટાવવા આકરી કાર્યવાહી કરતા દબાણકારોમાં ફફડાટ મચી જવા પામ્યો છે, આ કાર્યવાહી દરમિયાન ખુદ જિલ્લા પોલલિસવડા અને નગરપાલિકા પ્રમુખ કેતન વિલપરા પણ સાથે રહ્યા હતા. પ્રાપ્ત વિગતો મુજબ મોરબી શહેરમાં ટ્રાફિક સમસ્યા નિવારવા માટે અંતે પોલીસ અને નગરપાલિકા દ્વારા સયુંકત ઝુંબેશ હાથ ધરવામાં આવી છે જેમાં દિવસ દરમિયાન દબાણ હટાવો કામગીરીમાં ટ્રાફિક સમસ્યા નડતરરૂપ બને તેમ હોવાથી આજે રાત્રીના નગરપાલિકા પ્રમુખ કેતન વિલપરાની આગેવાનીમાં નગરપાલિકા સ્ટાફ અને જિલ્લા પોલીસવડા ડો.કરનરાજ વાઘેલાની આગેવાનીમાં એ – ડિવિઝન પોલીસ કાફલા દ્વારા ભક્તિનગર સર્કલથી શરૂ કરી ગાંધીબાગ સુધી નડતર રૂપ તમામ દબાણોનો કડુસલો બોલાવવામાં આવ્યો હતો.

- text

દરમિયાન ભક્તિનગર સર્કલથી શરૂ થયેલ આ ઝુંબેશમાં રાત્રીના ૧૧ વાગ્યા સુધીમાં ૧૦૦ થી ૧૫૦ જેટલા હોર્ડિંગ્સ અને ૧૫ થી ૨૦ રેકડી – કેબીનો સહિતના માચળાના ત્રણ ટ્રેકટર ભરી માલસામાન હટાવવામાં આવ્યો હતો અને ગાંધીબાગ સુધી આજે રસ્તાની બંને બાજુના દબાણ હટાવવામાં આવનાર હોવાનું સતાવાર સૂત્રોએ જણાવ્યું હતું.

- text