મોરબી : ૧૧ ઘરફોડ ચોરી કરનાર એમપીની ગેંગ સાત દિવસની રિમાન્ડ પર

- text


ચારેય આરોપીઓને પોલીસે ૧૪ દિવસની રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કર્યા હતા

મોરબી : મોરબીમાંથી પકડાયેલ ૧૧ ઘરફોડ ચોરી કરનાર એમપીની ગેંગને આજે પોલીસે ૧૪ દિવસની રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કરી હતી. ત્યારે કોર્ટે ગેંગના ચારેય સભ્યોના ૭ દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા.

મોરબી જિલ્લામાં ૧૦ અને રાજકોટમાં ૧ ઘરફોડ ચોરી કરનાર એમપીના અલીરાજપુરના ચાર શખ્સો ઠાકોર ગેંદીયા દહેતિયા, મોતીયાસિંગ ઉર્ફે મુકલો છગન અજનાલ, રેમો ગુમાન પચાયા અને લાલસિંગ નારસિંગ અજનાલને પોલીસે ગઈકાલે દબોચી લીધા હતા.

- text

બાદમાં આજે પોલીસે આ ચારેય આરોપીઓને ૧૪ દિવસની રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કર્યા હતા. જ્યા કોર્ટે આ ચારેય આરોપીઓની ૮ દિવસની રિમાન્ડ મંજુર કરી આપી છે. આ સાત દિવસ દરમિયાન પોલીસ દ્વારા આ ચારેય આરોપીઓની આકરી પૂછપરછ કરવામાં આવશે.

- text