મોરબીની નિલકંઠ વિદ્યાલયમાં શુક્રવારે મેગા બ્લડ ડોનેશન કેમ્પ

- text


મોરબી : મોરબીમાં વિવિધ સંગઠન દ્વારા અનેકવિધ સેવાકીય પ્રવૃતિઓ થતી હોય છે,એવી જ રીતે મોરબી રવાપર રોડ પર આવેલ નીલકંઠ વિદ્યાલય ખાતે મોરબી સ્વનિર્ભર શાળા સંચાલક અને નીલકંઠ વિદ્યાલયના સંયુક્ત ઉપક્રમે આવતીકાલે શુક્રવારે સાંજે સવારના આઠ થી સાંજ છ વાગ્યા સુધી રક્તદાન કેમ્પ યોજાશે.

- text

આ રક્તદાન કેમ્પમાં સિવિલ હોસ્પિટલ-મોરબીના ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓના લાભાર્થે બ્લડ એકત્ર કરવામાં આવશે તેમજ સંસ્કાર લેબોરેટરી-મોરબી અને નાથાણી બ્લડ બેંકમાં પણ આ રક્તઅર્પણ કરવામાં આવશે. આ મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં ૧૦૦૦ એક હજાર જેટલી બોટલ રક્ત એકત્ર કરવાનું મહા આયોજન હોય ખૂબ જ મોટી સંખ્યામાં હાજર રહી રક્તદાન કરી,રક્તદાન મહાદાન ની ઉક્તિને સાર્થક કરવા નિલકંઠ વિદ્યાલય ખાતે ઉપસ્થિત રહેવાની અપીલ કરવામાં આવી છે.

- text