મોરબી : એનયુએલએમ યોજના અંતર્ગત લાભાર્થીઓની રૂ.૨૧.૭૫ લાખની લોન મંજુર

- text


૯ અરજીઓને મંજૂરી મળતા ચીફ ઓફિસરે બેંકને કરી ભલામણ : સ્વ. રોજગારી અર્થે અમલી આ યોજનાનો લાભ લેવા અનુરોધ

મોરબી : મોરબીમાં એનયુએલએમ યોજના અંતર્ગત ૯ અરજીઓને મંજૂરી આપવામાં આવી છે. જેથી મંજુર થયેલી આ અરજીઓને માન્ય રાખી લાભાર્થીઓને રૂ.૨૧.૭૫ લાખની લોન આપવા માટે ચીફ ઓફિસર ગિરીશ સરૈયા દ્વારા બેંકને ભલામણ કરવામાં આવી છે.

એનયુએલએમ યોજના અંતર્ગત શહેરી ગરીબોને સ્વ. રોજગારી આપવાના હેતુથી બેંક મારફતે વ્યાજ સહાયના લાભ સાથેની લોન આપવામાં આવી રહી છે. આ કામગીરીના ભાગરૂપે ટાસ્ક ફોર્સ કમિટીની બેઠક સમયાંતરે મળતી હોય છે. જેના અધ્યક્ષ સ્થાને નગરપાલિકાના ચીફ ઓફિસર છે. મોરબી ખાતે તાજેતરમાં આ કમિટી નિયત સભ્યો સાથે મળી હતી.

- text

જેમાં વ્યક્તિગત આઠ અરજીઓ અંદાજીત રૂ ૧૪,૬૭,૯૩૭ રકમ સાથેની અને એક ગ્રૂપ અરજી રકમ રૂ. ૭,૦૮,૦૦૦ બેંકમાં ભલામણ માટે મંજુર કરવામાં આવી હતી. હવે બેંક દ્વારા તેઓના નીતિ નિયમો મુજબ તમામ પાસા ચકાસીને જો યોગ્ય હશે તો આ લાભાર્થીઓને રૂ. ૨૧,૭૫,૯૩૭ની લોન આપવામાં આવશે. આ યોજનાનો લાભ લેવા ચીફ ઓફિસર  ગિરીશ સરૈયાએ અનુરોધ કર્યો છે.

- text