વાંકાનેરના જાબુંડિયા ગામે બાકી પૈસા માંગતા યુવાન પર હુમલો

- text


વાંકાનેર : વાંકાનેરના જામબુંડિયા ગામે બાકી પૈસા માંગતા યુવાનને ઉશ્કેરાયેલા શખ્સે લાકડીથી ટીંચી નાખ્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે પોલીસે યુવાનની ફરિયાદના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text

વાંકાનેરના જાબુંડિયા ગામે રહેતા મહેશભાઈ રવજીભાઈ ચાવડાએ વાંકાનેર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે તેઓએ છેલા નાનજી કોળીનું ખેતર ખેડયું હતું. ત્યારે એક વર્ષ વીતી ગયુ હોવા છતાં બાકી પૈસા ન મળતા તેઓએ પૈસાની માંગણી કરી હતી. ત્યારે છેલા નાનજી કોળીએ ઉશ્કેરાઈ જઈને લાકડી વડે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ મામલે મહેશભાઈ ચાવડાની ફરિયાદના આધારે વાંકાનેર તાલુકા પોલીસે છેલા નાનજી કોળી સામે ગુનો નોંધી તેને પકડી પાડવાની તજવીજ હાથ ધરી છે.

- text