મોરબીમાં ગણેશ ઉત્સવ અને મહોરમ તહેવારને પગલે શાંતિ સમિતિની બેઠક યોજાઇ

- text


મોરબી : આગામી દિવસોમાં હિન્દૂ મુસ્લિમ સમાજના પવિત્ર તહેવાર ગણેશ મહોત્સવ અને મહોરમ પર્વ આવી રહ્યા હોય આજે મોરબીમા શાંતિ સમિતિની બેઠક મળી હતી જેમાં બન્ને સમાજના લોકો દ્વારા કોમી એખલાસ પૂર્વક તહેવાર ઉજવવા નકકી કરાયું હતું.

ગણેશોત્સવ અને મહોરમ પર્વ એકસાથે આવી રહ્યા હોય આજે મોરબી એ ડિવિઝન પોલીસ મથક ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઇ હતી જેમાં મુસ્લિમ સમાજના ધર્મગુરુ રસિદમિયા બાપુ સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા અને હિન્દૂ સમુદાયના દિગુભા ઝાલા, કમલ દવે સહિતના ૭૦ થી વધુ આગેવાનો હાજર રહયા હતા અને શાંતિ પૂર્વક કોમી એખલાસ ભર્યા વાતાવરણમાં તહેવારો ઉજવવા નક્કી કરાયું હતું.

- text

આ બેઠક એ ડિવિઝન પીઆઇ ચૌધરી, પીએસઆઇ પટેલ સહિતના અધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાઈ હતી અને કોમી એખલાસ ભર્યો માહોલ જોઈ અધિકારીઓએ પણ બન્ને સમાજના આગેવાનોની બેઠક બાદ રાહત અનુભવી હતી.

- text