મોરબી ત્રાજપર ચોકડી નજીક ટ્રકે હડફેટ લેતા પ્રૌઢનો હાથ કાપવો પડ્યો

- text


મોરબી : મોરબી ત્રાજપર ચોકડી નજીક સર્વિસ રોડ પર જઈ રહેલા પ્રૌઢને ટ્રક ચાલકે હડફેટ લેતા પ્રૌઢનો હાથ કાપવો પડ્યો હતો.

- text

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી ત્રાજપર છોડી નજીક સર્વિસ રોડ પર ચાલીને જઈ રહેલા જીવણભાઇ દેવજીભાઇ ડેડાણીયા, રહે.ત્રાજપર ઝાપા પાસે વાળાને ટ્રક ચાલક રજી નં GJ-3-Y-8251 વાળાએ પુર ઝડપે અને ગફલતભરી રીતે ચલાવી ફરી ને પાછળથી હડફેટ લઇ રોડ પર પાડી દઇ ફરીના ડાબા હાથ ઉપર ટ્રકનૂ વ્હિલ ચદાવી દઇ હાથ છુદી નાખેલ અને જે હાથ સારવાર દરમ્યાન કાપી નાખવો પડ્યો હતો તથા જમણા હાથે ફેકચર કરી શરીરે બીજી નાની મોટી ઇજા થતા પોલીસે ગુન્હો નોંધ્યો હતો.

- text