મોરબીના પીપળી ગામેથી બુલેટ ચોરાયું : વાવડી રોડ ઉપર થી હોન્ડા છુમંતર

- text


મોરબીમાં વાહન ચોરીની જુદી જુદી ઘટના : ચોર પકડવાની પૂરે પુરી શક્યતા !!

મોરબી : મોરબીમાં પીપળી ગામે અને વાવડી રોડ પર જુદા જુદા વાહન ચોરીના ત્રણ બનાવોમાં બુલેટ અને બે હોન્ડા સહિત પોણા બે લાખના વાહનો ચોરાઈ જવાની પોલીસ ફરિયાદ નોંધાઇ છે. ત્યારે એક સાથે ત્રણ વાહન ચોરીની ફરિયાદના આધારે એવું કહી શકાય કે આગામી ચોવીસ કલાકમાં વાહન ચોર પકડાઈ જાય તેવી શક્યતા છે.

વાહનચોરીના પહેલા બનાવમાં મહેન્દ્રપરા શેરીનં.૧૩ માથી કરણસિહ રવુભા જાડેજા ઉ.વ.૬૧ ધંધો.નિવૃત રહે.મોરબી વાવડી રોડ મીરાપાર્ક શેરીનં.૩ નુ હિરો સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ નં.GJ-03-HG-1181.જેના એન્જીન નં. HA10EJEHL34409 તથા ચેસીસ નં.MBLHA10ALEHL66422 વાળુ જેના મોડલ ૨૦૧૪ નુ. જે બ્લેક કલર નુ કિમત રૂપિયા.૨૦૦૦૦ વાળુ મોટર સાયકલ ચોરી થતા ફરિયાદ નોંધાઇ હતી.

- text

જ્યારે બીજા બનાવમાં પ્રવિણભાઇ વીરજીભાઇ જગોદણા, ઉ.વ.૪૯ ધંધો.ખેતી રહે.નવી પીપળી ગામ વાળાની માલીકીનું બુલેટ મો.સા.કાળા કલરનુ સને-૨૦૧૮ નુ મોડલ નં-GJ-36-K-8933 વાળુ જેનો ચેસી નં-ME3U3S5C2JE182481 તથા એન્જીંન નંબર U3H5C2JE144300 જેની કિ.રૂ. આશરે ૧,૪૦,૦૦૦ તેમજ વિશાલભાઇ નાનજીભાઇ જશાપરાનુ હોન્ડા સાઇન કાળા કલરનુ જેનો નબર GJ.36.A.4611 જેનો ચેચીસ નં ME4JC651JF7219422 જેનો એન્જીંન નં-JC65E70323544 જે મો.સા.સને.૨૦૧૫ નુ મોડલ છે. જેની કિ.રૂ.આશરે ૧૫૦૦૦ મળી ત્રણેય મો.સા.ની કુલ કિ.રૂ.૧,૭૫૦૦૦ ના વાહનો કોઇ અજાણ્યો ઇસમ ચોરી જતા ફરિયાદ નોંધાઇ છે.

 

- text