મોરબીમાં જુગાર રમતા ૪ શખ્સો પકડાયા

- text


મોરબી : મોરબીમાં ટીંબાવાડી મેલડી માતાના મંદિર પાસે જુગાર રમતા ૪ શખ્સોને રૂ. ૧૨ હજારની રોકડ સાથે બી ડિવિઝન પોલીસે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text

પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબીમાં કાલીન્દ્રી નદીના કાંઠે આવેલા ટીંબાવાડી મેલડી માતાના મંદિર પાસે જાહેરમાં જુગાર રમતા અલ્પેશ દેવશી ધોળકિયા, સુરેશ શિવા સાતોલા, અમરશી મગન પરમાર અને હિરેન વજા ભુભરીયાને બી ડિવિઝન પોલીસે રોકડ રૂ. ૧૨હજાર સાથે પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text