મોરબીની મુખ્ય પોસ્ટ ઓફિસમાં ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકનો શુભારંભ

- text


હવે ગ્રામ્ય વિસ્તારોના લોકો ઘેર બેઠા બેઠા પોસ્ટમેનની મદદથી નાણાકીય વ્યવહારો કરી શકશે

મોરબી : મોરબીની મુખ્ય પોસ્ટ ઓફીસ ખાતે ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ બેંકની વિશેષતા એ છે કે બેંકના ખાતેદારો ઘેર બેઠા સરળ રીતે નાણાની લેતી દેતીના વ્યવહારો કરી શકશે.

મોરબી પાલિકાના ટાઉનહોલમાં ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકનો ઉદ્દઘાટન સમારોહ યોજવામાં આવ્યો હતો. જેમાં વડાપ્રધાનના હસ્તે બેંક લોન્ચિંગનું લાઈવ પ્રસારણ બતાવવામાં આવ્યું હતું. બેંકની વિશેષતા અંગે એમડીજીના પુનિતાબેન અહિરે જણાવ્યું કે મોરબીના અઢી લાખ ખાતેદારોને આ બેંક દ્વારા સરળ સુવિધાઓ આપવામાં આવશે.

- text

વધુમાં તેઓએ ઉમેર્યુ કે ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારના લોકોને બેંકના વ્યવહાર સબબ શહેરના ધક્કા ખાવા પડતા હોય છે. પરંતુ ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકના કારણે હવે ગ્રામ્ય વિસ્તારોના લોકોને ક્યાંય ધક્કા ખાવાની જરૂર નહીં પડે. બેંકની કામગીરી માટે ૨૨૨ પોસ્ટમેનોને સઘન તાલીમ આપવામાં આવી છે. હાલના તબક્કે ૨૫૦ લોકોને કયુંઆર અપાયા છે. આ બેંકમાં જે લોકો એકાઉન્ટ ખોલાવશે તેને પોસ્ટમેનની મદદથી ઘેર બેઠા નાણાંકીય લેતી દેતીના વ્યવહારોનો લાભ મળશે.

- text