મોરબીના ઇતિહાસમાં પ્રથમવાર આ વખતે પર્યુષણના દિવસોમાં જૈનોના ઘરમાં ગેસ-ચુલા બંધ રહેશે

- text


મોરબી સ્થા. જૈન યુવક મંડળ દ્વારા સમસ્ત જૈન સમાજ માટૅ ચૌવિહાર હાઉસમું ભવ્ય આયોજન : પ્રથમ સાત દિવસ સતત સ્ધાનક્વાસી જૈન સક્લ સંઘનુ સ્વામિવાત્સલ્ય સંઘજમણનું અનેરૂ આયોજન

મોરબી : મોરબી સ્થાનકવાસી જૈન યુવક મંડળ છેલ્લા છ વર્ષથી જૈન સમાજમાં પ્રેરણાદાયક કાર્યો કરવા માટે સતત પ્રયત્નશીલ રહ્યુ છે. તેથી મોરબીના જૈનસમાજમાંબની ગયુ છે દર વર્ષે જૈન ભાઈઓ બહેનો એ ઈંન્તજારમાં હોય છે કે આ વર્ષે પણ કંઈક નવું આયોજન હશે જ, લોકોની અપેક્ષા મુજબ આ વખતે પણ મંડળ દ્વારા મોરબીના ઇતિહાસમાં સૌ પ્રથમ વખત પર્યુંષણ પર્વ ૨૦૧૮ દરમ્યાન (પર્યુંષણના પ્રથમ સાત દિવસ) તા.૬-૯ ૨૦૧૮. ગુરૂવાર થી તા.૧ર-૯-ર૦૧૮. બુઘવાર સુધી મોરબીના સમસ્ત જૈન સમાજના શ્રાવક શ્રાવિકાઓ માટે ચૌવિહાર હઉસનું ભવ્ય આયોજન કરેલ છે. તેમજ મોરબીના સમસ્ત સ્થાનક્વાસી જૈન સકલ સંઘ માટે પર્યુષણના પ્રથમ સાતેય દિવસ મંડળ દ્વારા મુખ્યદાતા શાંતાબેન અમૃતલાલ દોશી (ટંકારા વાળા). ડો.કુસુમબેન અમૃતલાલ દોશી તયા વર્ષાબેન હિરેંનભાઈ દોશી તેમજ મોરબીના સ્થા. જૈન શ્રાવક – શ્રાવિકાઓના સાથ, સહકાર. સહયોગથી સ્વામિવાત્સલ્ય સંઘજમણનું અનૈરૂ આયોજન કરવામાં આવ્યુ છે.

જૈનોની ઓળખ એજ અહિંસા પરમો ધર્મ એ સુત્રને અનુસરીને ધરે ધરે સળગતા ગેસ ચૂલાથી મૃત્યુ પામતા અસંખ્ય જીવોને જીવતદાન એટલે કે અભયદાન મળી રહે તેવા ઉમદા હેતુથી તથા અન્ય લોકો પણ નિર્દોષ જીવો પ્રત્યે અહિંસાનો ભાવ ભાવે તેવું પ્રેરણાદાયક કાર્ય કરવામાં આવી રહયું છે. તે માટે સ્થા.જૈન યુવક મંડળ દ્વારા પર્યુંષણ દરમ્યાન એકજ ભોજનશાળાએ જૈન સમાજના લોકો સાથે મળી ભોજન કરે જેથી એક બીજા પ્રત્યે પ્રેમ અને સદભાવના તથા ભાઈચારાની લાગણી જન્મે તથા ઓળખ બની રહે તથા ઘરે – ઘરે રસોઈ કરવા જૈવા મુખ્યકાર્યમાં રાહત મળતા બહેનોમાં પણ તપશ્વર્યાંનું પ્રમાણ વધે તેવા હેતુથી ખુબજ સુંદર આયોજન કરવામં આવ્યુ છે. ઉપરોક્ત મંડળ દ્વારા દરવર્ષે પર્યુંષણ પછી ભવ્યાતી ભવ્ય સંઘજમણનું આયોજન કરવામાં આવે છે.

મંડળની મુખ્ય પ્રવૃતિ મોરબી આસપાસ ૩૦ કિ.મી. એરીયામાં વિહાર કરતા જૈન સાઘૂસાધ્વીજીઓની વૈયાવચ્ચ નું કાર્ય ૩૬૫ દિવસ ગોચરી પાણી, (જમવા), મેડીકલ સારવાર, દવા,વ્હીલચેર મોજા ખપની નાની મોટી જરૂરી ચીજવસ્તુઓ વહોરાવવા, પહોંચાડવા વગેરે કાર્યો ઉપરાંત વિદ્યાર્થીઓને ફુલસ્કેપ નોટબુક વિતરણ, શિયાળાની સીઝનમાં ડ્રાયફ્રુટ અડદીયા રાહતભાવે વિતરણ કરવામાં આવે છે.

- text

પર્યુંષણના પ્રથમ સાતેય દિવસ દરરોજ અવનવીં શુધ્ધ સાત્વિક અને સ્વાદિષ્ટ ભોજન વ્યવસ્થા કરવામાં આવેલ છે જેમાં કોઈપણ જાતના લીલોતરી શાકભાજીની ઉપયોગ નહિ કરવામાં આવે, મોરબીના સમસ્ત જૈન સમાજને ચૌવિહારનો લાભ લેવા વિગતવાર સુચના જૈન ઉપાશ્રય તથા દેરાસરમાં બોર્ડ મુકવામાં આવેલ છે. જે માટેના પ્રવેશ પાસ આગલા દિવસે જે તે સ્થળેથી આપવામાં આવશે. દરેક ભાઈઓ, બહેનો તેમના પરિવારના ચૌવિહાર કરવા ઈચ્છતા સભ્યોના પાસ આગલા દિવસે અચુક મેળવી લેવાના રહેશે.

પાસ મેળવવાનું સ્થળ : સોનીબજાર જૈન ઉપાશ્રય તથા પ્લોટ પૌષઘ શાળા અને દરબારગઢ જૈન દેરાસર તથા શક્તિ પ્લોટ જૈન દૈરાસરથી સવારે ૧૦ થી ૧૨ તથા બપોરે = ૩ થી ૫ દરમ્યાન (તા. પ-૯- ૧૮ થી ૧૧-૯-૧૮ સુધી) આપવામાં આવશે.

ચૌવિહાર સમય ફિકસ સાંજે ૫-૧૫ કલાક થી ૬- ૧૫ સુધી જ રાખવામાં આવેલ છે. ફકત સમસ્ત જૈન સમાજના શ્રાવક શ્રાવિકાઓ માટે જ છે. પાસ દીઠ માત્ર એક જ વ્યકિતને પ્રવેશ આપવામાં આવશે ચૌવિહારના પચ્ચખાણ લેવા ફરજીયાત છે તેમજ બપોરના સુધીના સંઘજમણના પાસ પણ સોનીબજાર ઉપાશ્રય તથા પ્લોટ પૌષઘશાળાએથી મેળવી લેવાના રહેશે.

ચૌવિહાર માટે ભોજન સ્થળ દશાશ્રીમાળી વણિક જ્ઞાતિની વાડી, સરદાર રોડ, બેંક ઓફ બરોડા સામે, મોરબી (ડો. સંઘવી સાહેબના દવાખાનાવાળી શેરીમાંથી પ્રવેશ રાખવામાં આવેલ છે.)

મોરબીમાં પર્યુંષણ પર્વની અનેરી ઉજવણી સફળ બનાવવા યુવક મંડળની ટીમના પ્રમુખ મનોજભાઈ દેસાઈ, રાજુભાઈ ગાંધી, વિપુલભાઈ દોશી, જયભાઈ મહેતા, પુર્વ પ્રમુખ સુનીલભાઈ ખોખાણી. જીતુભાઈ સંઘવી, સમીરભાઈ મહેતા, અનીલભાઈ દોશી, અશોકભાઈ મહેતા, જીતેશભાઈ દફતરી, કિશોરભાઈ મહેતા તથા મુકેશભાઈ ઝાટકીયા વગેરે યુવા કાર્યકરો ખુબજ મહેનત કરી રહયા છે તથા આ વખતે દરેક જૈન ભાઈઓ-બહેનો ધર્મઘ્યાન સાધુ – સાધ્વીજીઓના દર્શન, વ્યખ્યાનનો લાભ લેવા જણાવેલ છે તથા વધુને વધુ તપશ્ચર્યાં કરી યુવક મંડળના આ પ્રયાસને સફળ બનાવવા અનુરોધ કર્યો છે.

- text