ટંકારા તાલુકામાં હાર્દિકના ટેકામાં ગામે – ગામ ધરણા પ્રદર્શન

- text


લજાઈ, મિતાણા બાદ આજે હરબાટીયાળી, હરીપરમાં ધરણા

ટંકારા : ટંકારા મા લજાઈ મિતાણા બાદ આજે હરબટીયાળી અને હરીપર મા ધરણા ગામો ગામ લાકડીયો તાર ફરી વળતા હાર્દિક ને ખેડુતો નુ દેવા માફ ને લઈ ખુલ્લુ સમર્થન આપવાની સાથે હમિરપર ગામે છેલ્લા ત્રણ દિવસથી ઉપવાસ આંદોલન શરૂ થયું છે.

અમદાવાદ ખાતે છેલ્લા છ દિવસથી ઉપવાસમાં બેઠેલા પાસના કન્વીનર હાર્દિક પટેલના સમર્થનમાં ગામો-ગામ ધરણાનો લાકડીયો તાર ફરી વળ્યો હોય તેમ લજાઈ, મિતાણા, પ્રભુનગર, હમિરપર બાદ આજે હરબટીયાળી અને હરીપર માં પાટીદાર યુવાનો ધરણા પર બેસી સરકાર સામે વિરોધ નોંધાવ્યો હતો.

પાટીદાર અનામત આંદોલન થકી ઊભરી આવેલા લડાયક યુવાન હાર્દિક પટેલ છેલ્લા છ દિવસથી ઉપવાસ ઉપર બેઠો છે ત્યારે ખેડૂતોના દેવા માફ ની વાત સાથે ગામો-ગામ હાર્દિક પટેલને સમર્થન મળતું હોય તેમ ટંકારા તાલુકામાં લજાઈ પ્રભુનગર, મીતાણા, હમિરપર,હરબટીયાળી અને હરીપર ગામોમાં પાટીદારોએ એ વિરોધ નોંધાવવા ધરણાં ઉપર બેસી ગયા છે અને આંદોલનને ખુલ્લું સમર્થન કર્યું હોય તેવું સ્પષ્ટ જણાઈ રહ્યું છે સાથો સાથ સરકારની દમનશાહી નિતી નો પણ વિરોધ થઈ રહ્યો છે.

- text

કોગેસ પણ ઉપવાસ છાવણી ની મુલાકાતે. ટંકારા મા હાદીક પટેલ ના ઉપવાસ ને ટેકો દેવા ગામડે બેઠેલા પાટીદારો ની મુલાકાત કોગેસ નેતા લઈ રહા છે જેમા ભુપત ગોધાણી અશોક સંધાણી હરૂભાઈ ઢેઢી. સહીત ના છાવણી મુલાકાત લીધી હતી.

- text