મોરબીમાં ડિસ્કો તેલનું ટીનિંગ અને વેચાણ કરતા મોટા માથાઓ સામે પગલાં ક્યારે ?

- text


ધવલ ઓઈલમિલમાં કાઈ ન મળવા છતાં લાખોનો જથ્થો સ્થગિત !! સાચી કામગીરી કયારે થશે ?

મોરબી : ગઈકાલે મોરબીના બે વેપારીઓ અને એક ઓઇલ મિલમાં જિલ્લા કલેકટરની સૂચના બાદ પુરવઠા વિભાગે દરોડા પાડ્યા બાદ હવે મોરબીમાં સરાજાહેર, ખુલ્લેઆમ ડિસ્કો તેલનું વેચાણ અને ટીનિંગ કરનારા ભેળસેળીયા તત્વો સામે ક્યારે પગલાં ભરાશે તેવો સવાલ પ્રજાજનો ઉઠાવી રહ્યા છે.

મોરબી જિલ્લો બન્યા બાદ તંત્ર દ્વારા ભેલસેળ કરતા તત્વો કે કાળાબજારી કરતા લોકો સામે કાર્યવાહી કરવામાં આવતા સમગ્ર મોરબી શહેર અને જિલ્લામાં ખાદ્યપદાર્થોમાં ભેળસેળ કરનારાઓને મોકળુ મેદાન મળ્યું છે, જેમાં ખાસ કરીને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગનું તો અસ્તિત્વ જ હપ્તા ખાવા પૂરતું હોવાથી બે નંબરીઓને મોજ પડી ગઈ છે.

- text

દરમિયાન ગઈકાલે જિલ્લા પુરવઠા અધિકારી અને મામલતદાર દ્વારા રાજપર રોડ પર આવેલી ધવલ ઓઇલ મિલમાં દરોડો પાડ્યા બાદ અહીં કંઈપણ વાંધા જનક ન મળવા છતાં શંકાના આધારે નમૂના લેવડાવવા માટે જ આખું ગોડાઉન સિઝ કરી નંખાયું હતું.

આ સંજોગોમાં જિલ્લા તંત્ર નાના નાના મિલરને બદલે મોટાપાયે ભેળસેળ કરી મોરબી અને ગુજરાતને ડિસ્કો તેલ સપ્લાય કરનારા સામે તપાસ અને દરોડાની કાર્યવાહી કરી પોતાની હિંમત પુરવાર કરવી જોઈએ તેવુ ટોચના વર્તુળો જણાવી રહ્યા છે.

- text