મોરબી : જિલ્લા પુરવઠા અધિકારી પાસેથી તાત્કાલિક ચાર્જ લઇ લેવાયો

- text


હળવદના એલીગન્સ ફૂડ અને મોરબીની ઓઈલમિલમાં દરોડાની કાર્યવાહીની વચ્ચે ચાર્જ લઇ લેવાતા અનેક તર્ક વિતર્ક

મોરબી : મોરબીમા જિલ્લા પુરવઠા અધિકારીએ ગઈકાલે સાંજે બે ખાદ્યતેલના વેપારીને ત્યાં દરોડા બાદ રાત્રે એક ઓઈલમિલમાં દરોડા પપ્ડ્યા બાદ અચાનક જ આજે જિલ્લા પુરવઠા અધિકારી દમયંતિબેન બરોટને તાત્કાલિક અસરથી છુટા કરી દઈ તેમનો ચાર્જ વાંકાનેર પ્રાંતને સોપાતા અધિકારી આલમમાં ખળભળાટ મચી ગયો છે.આ ઘટનાક્રમ પાછળ હળવદના એલીગન્સ ફૂડમાં ડીએસઓ દ્વારા કરાયેલી કડક કાર્યવાહી પણ કારણરૂપ હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.

ઉચ્ચ અધિકારીના મોરલ ડાઉન થાય તેવી આ ઘટનામાં ગઈકાલે મોરબી જિલ્લા પુરવઠા અધિકારી દમયંતિબેન બારોટે મોરબી મામલતદાર નયનાબેન રાવલને સાથે રાખી બે ખાદ્યતેલના વેપારીને ત્યાં દરોડા પાડી બાદમાં એક ઓઇલ મિલમાંથી ૬૭ લાખનું ખાદ્યતેલ સિઝ કર્યું હતું.

- text

દરોડાની કાર્યવાહીના ૨૪ કલાક પણ નથી વીત્યા ત્યાં જ આજે અચાનક ગાંધીનગરથી આવેલી સૂચના મુજબ જિલ્લા પુરવઠા અધિકારી દમયંતિબેન બારોટ પાસેથી ચાર્જ ખૂંચવી લઈ વાંકાનેરના પ્રાંત અધિકારીને જિલ્લા પુરવઠા અધિકારી તરીકેનો ચાર્જ આપી દેવાયો હતો.

ઉલ્લેખનીય છે કે જિલ્લા પુરવઠા અધિકારી દમયંતિબેન બારોટે હળવદના એલીગન્સ ફૂડમાં દરોડા પાડી જાહેર વિતરણ વ્યવસ્થાના ઘઉં ચોખા કાળાબજારી કરનાર વિરુદ્ધ આકરૂ પગલું ભર્યું હતું, એ જ રીતે ગઈકાલે પણ ખાદ્યતેલનું જબરદસ્ત સિઝર કરવાની કાર્યવાહીની વચ્ચે તેમની પાસેથી ડીએસઓ તરીકેનો ચાર્જ લઇ લેવામાં આવતા અનેક તર્ક વિતર્ક સર્જાયા હતા.

 

- text