મોરબીના પંડિત પરિવાર દ્વારા એનિમલ હેલ્પલાઇન સંસ્થાને એમ્બ્યુલન્સનું અનુદાન

- text


મોરબી : મોરબીમાં પશુ પક્ષીઓની સેવા કરતી એનિમલ હેલ્પલાઇન સંસ્થાની સેવાનો વ્યાપ વધે તેમજ સરળતા રહે તેવા આશયથી પંડિત પરિવાર દ્વારા સંસ્થાને એમ્બ્યુલન્સનું અનુદાન કરવામાં આવ્યું છે.

મોરબીમાં અબોલ જીવની સેવા માટે એનિમલ હેલ્પલાઇન સંસ્થા હરતું દવાખાનું ચલાવે છે. આ સંસ્થા સરળતાથી વધુ સેવાકાર્યો કરતી રહે તેવા હેતુથી નૈમિશભાઈ કનૈયાલાલ પંડિત અને નેવીલભાઈ કનૈયા લાલ પંડિત દ્વારા સ્વ. કનુભાઈ કેશવલાલ પંડિત તથા સ્વ. નીરવ કનુભાઈ પંડિતની સ્મૃતિમાં કૈલાશબેન કનુભાઈ પંડિતના હસ્તે મારુતિ ઓમની વેન સંસ્થાને આપવામાં આવી છે.

- text

આ મારુતિ ઓમની વાહનનો એનિમલ હેલ્પલાઇન ઘાયલ પશુઓની સારવાર અર્થે એમ્બ્યુલન્સ તરીકે ઉપયોગ કરશે. સંસ્થા દ્વારા જરૂર પડ્યે એનિમલ હેલ્પલાઇન નં. ૭૦૧૬૨ ૫૭૦૭૦ ( સવારે ૯ થી સાંજે ૬) ની મદદ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.

- text