મોરબીની લાયન્સનગર પ્રા.શાળામાં સંસ્કૃત દિનની ઉજવણી કરાઈ

- text


મોરબી : મોરબીના સો ઓરડી વિસ્તારમાં આવેલી લાયન્સનગર પ્રાથમિક શાળામાં સંસ્કૃત દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સંસ્કૃત દિવસ નિમિતે યોજાયેલા કાર્યક્રમનું સંપૂર્ણ સંચાલન સંસ્કૃત ભાષામાં જ કરવામાં આવ્યું હતું.

- text

સંસ્કૃતમાં પ્રાર્થના બાદ સુભાષીતો, ભજન, સમાચાર અને વિશેષ જાણવા જેવું સંસ્કૃતમાં જ રજૂ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. કાર્યક્રમને સફળ બનાવવા શાળાના આચાર્ય રંજનબેન ભટાસણા, શિક્ષક હિરેનભાઈ રાવલ અને વૈભવિબેન પંડ્યાએ જહેમત ઉઠાવી હતી.

- text