હળવદની પતંજલિ વિદ્યાલયમાં નેશનલ રમત-ગમત દિવસની ઉજવણી કરાઈ

- text


હળવદ : સ્પોર્ટસ ઓથોરિટી ગુજરાત દ્વારા વિવિધ શાળાઓમાં ઈનસ્કુલ પ્રોજેકટ ચલાવવામાં આવી રહ્યો છે. જેમાં જિલ્લાની હળવદમાં આવેલ પતંજલિ વિદ્યાલયમાં પણ એસએજી દ્વારા ઈનસ્કુલ પ્રોજેકટ અમલમાં હોય ત્યારે સ્પોર્ટસ ક્ષેત્રે વિવિધ સિદ્ધિઓ હાંસલ કરનાર પતંજલિ વિદ્યાલયમાં તા.ર૯ ઓગસ્ટના રોજ મેજર ધ્યાનચંદના જન્મ દિવસે રાષ્ટ્રીય રમત – ગમત દિવસના રોજ વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું.

મોરબી જિલ્લાના સિનિયર કોચ પાર્થભાઈ ચૌહાણના માર્ગદર્શન હેઠળ જુડો સ્પર્ધા અન્ડર ૧૪/૧૭/૧૯ની કેટેગરીમાં પતંજલિ સ્કુલના વિદ્યાર્થીઓ વચ્ચે પ્રેકટીશ મેચો યોજાઈ હતી. હેન્ડબોલમાં પણ અન્ડર ૧૪-૧૭-૧૯ની વિવિધ કેટેગરીમાં ભાઈઓ-બહેનોએ પોતાનું આગવું કવત દેખાડયું હતું. કબડ્ડી અને વોલીબોલની પણ મેચ યોજાઈ હતી. તો સાથોસાથ ઓછી વયના જુથના વિદ્યાર્થીઓ માટે ૩૦ અને પ૦ મીટર દોડની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

- text

મેજર ધ્યાનચંદ વિશે શાળાના એમ.ડી. ડો.મહેશભાઈ પટેલએ પોતાની શાબ્દીક ઉદ્‌બોધન આપી માર્ગદર્શન પુરૂ પાડયું હતું. તો સાથે જ બ્રોન્ઝ, સીલ્વર અને ગોલ્ડ એવા ત્રણ ગ્રુપો બનાવીને સ્પોર્ટસના વિવિધ ફિલ્ડ જેવા કે એશિયન ગેમ્સ, ઑલમપીક્સ ગેમ્સ, સ્પોર્ટસના નિયમો, પારીભાષિક શબ્દો, એવોર્ડ અને નેશનલ – ઈન્ટરનેશનલ શ્રેષ્ઠ ખેલાડીઓ વિશે સુંદર કિવઝનું આયોજન કરવામાં આવ્યું હતું. તમામ સ્પર્ધાના કન્વીનર તરીકે સ્પોર્ટસ કોચ પ્રકાશ જાગરાણા અને મેનેજર તરીકે સ્પોર્ટસ કોચ પુજાબેન ઓરાયે ફરજ બજાવી હતી. વિજેતા વિદ્યાર્થીઓને શાળાના પ્રમુખ ડાહ્યાભાઈ ગરધરીયા, ટ્રસ્ટી રમેશભાઈ કૈલા અને રોહિત સીણોઝીયા દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

- text