મોરબીમાં ભારતીય મજદૂર સંઘ દ્વારા પર્યાવરણ દિનની ઉજવણી

- text


વૃક્ષારોપણ સાથે વૃક્ષના રોપાઓ અને પર્યાવરણ જાગૃતિ અંગેની પત્રિકાઓનું વિતરણ કરાયુ

મોરબી : મોરબીમાં ભારતીય મજદૂર સંઘ દ્વારા પર્યાવરણ દિનની પ્રેરક ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વૃક્ષારોપણ તેમજ વૃક્ષના રોપાનું વિતરણ હાથ ધરવામાં આવ્યું હતું. આ સાથે પર્યાવરણ જાગૃતિ અર્થે પત્રિકાનું વિતરણ પણ કરાયું હતું.

ભારતીય મજદૂર સંઘ દ્વારા પર્યાવરણ દિનની ઉજવણી કરવામાં આવી હતી. આ દરમિયાન મોરબી નજીક નેશનલ હાઇવે પર ટીંબડી પાસેના એનસી સેવન પાણી પુરવઠા બોર્ડના સંપ કમ્પાઉન્ડમાં લીમડા, ગુલમહોર, પીપળા, મીઠી આમલી, ખાટી આમલી, જાંબુડા, કણજી, સાગ, સિસમ વગેરે વૃક્ષોના રોપાઓનું પાણી પુરવઠાના અધિકારી મગનભાઈ રાઠોડના હસ્તે વાવેતર કરવામાં આવ્યું હતું.

- text

આ ઉપરાંત વૃક્ષના રોપાઓનું તેમજ પર્યાવરણ જાગૃતિ અંગેની પત્રિકાનું વિતરણ કરવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે રાજસ્થાનના ખીજડિયા ગામે ઇ.સ. ૧૭૬૦ના ૨૮ ઓગસ્ટના દિવસે પર્યાવરણની રક્ષા કાજે ત્યાંના વિરંગના અમૃતાદેવી તથા તેની સાથે ૩૬૩ લોકોએ આપેલા બલિદાનને યાદ કરી દિવંગતોને શ્રદ્ધાસુમન અર્પણ કરાઈ હતી.

આ કાર્યક્રમને સફળ બનાવવા મુકેશભાઈ દવે, મનોજભાઈ અનંત, વિક્રમસિંહ, ભરતભાઈ પરમાર, ભરત જાદવ સાહિતનાએ ભારે જહેમત ઉઠાવી હતી.

 

- text