મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રૂપના મેન્ટોરના પુત્રના જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી કરાઈ

- text


યંગ ઇન્ડિયા ગ્રૂપની પરંપરા મુજબ આપવાના આંનદ કાર્યક્રમ અંતર્ગત શાળાના બાળકોને સ્વચ્છતા કીટનું વિતરણ કરી જન્મદિવસ ઉજવ્યો

મોરબી : મોરબીના યંગ ઇન્ડિયા ગ્રૂપના મેન્ટોર દેવેનભાઈ રબારીએ તેના પુત્રના જન્મદિવસની ઉજવણી આપવાના આનંદ કાર્યક્રમ થકી કરી હતી. જેમાં શહેરની શાળાઓમાં સ્વચ્છતા કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. સાથે અનેક સેવાકાર્યો પણ કરવામાં આવ્યા હતા.

- text

યંગ ઇન્ડિયા ગ્રુપની પરંપરા છે કે જન્મદિવસ કંઈક અલગ રીતે સામાજિક ચેતના જાગૃત કરી અને સામાજિક નિસ્બત સંબંધી ઉજવણી કરી મનાવવો. તેજ રીતે યંગ ઇન્ડિયા ગ્રૂપના મેન્ટોર દેવેનભાઈ રબારીના પુત્ર મયંકના જન્મદિવસની ઉજવણી યંગ ઇન્ડિયા ગ્રુપની પરંપરા અનુસાર આપવાનો આનંદ કાર્યક્રમ હેઠળ કરવામાં આવી હતી.જેમાં બાળકોને શારીરિક અને માનસિક મજબૂત બને તેવા ઉમદા હેતુથી મોરબી શહેર ખાતે આવેલી સરકારી શાળાઓમાં સ્વચ્છતા કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

ઉપરાંત યદુનંદન ગૌ સેવામાં જઈ જન્મદિવસે ગાય માતાની સેવા કરી અને માનસિકરૂપે બીમાર ઈશ્વર સ્વરૂપ માનવના દર્શન કરી આશીર્વાદ પ્રાપ્ત કરવામાં આવ્યા હતા. આમ અનેક સેવકાર્યો કરી આપવાનો આનંદ કાર્યક્રમ અંતર્ગત જન્મદિવસની અનોખી ઉજવણી કરવામાં આવી હતી.

 

- text