ગૌવંશની સેવામાં ૧૦૮ની માફક કામ કરતા હળવદ બજરંગ દળના કાર્યકરો

- text


હળવદ : હળવદની સરકારી હોસ્પિટલ ખાતે બિમાર અને કણસતી હાલતમાં પડેલ ગૌવંશની સારવાર અર્થે શ્રી રામ ગૌશાળાના કાર્યકરોએ તાબડતોબ પહોંચી ગૌ એમ્બ્યુલન્સ મારફતે ગૌશાળા પહોંચાડી સારવાર હાથ ધરી હતી.

- text

આજે શ્રાવણ માસની પુનમના પ્રવિત્ર રક્ષાબંધનના તહેવારમાં પણ શ્રી રામ ગૌશાળાના કાર્યકરોએ માનવતા મહેકાવી હળવદની સરકારી હોસ્પિટલની બહાર બિમાર અને કણસતા ગૌવંશને બચાવવા તાબડતોબ ગૌ શાળાએ પહોંચાડી સારવાર હાથ ધરી હતી. હળવદ બજરંગ દળના કાર્યકર્તાઓને ગૌવંશનો ઈમરજન્સી કોલ આવતા શહેરની સરકારી હોસ્પિટલ પાસે ગૌવંશને બચાવવા તાત્કાલીક સારવાર કરાઈ હતી. જેમાં ગૌ એમ્બ્યુલન્સના કાર્યકર્તાઓએ મહામહેનતે ગૌવંશને વાહન મારફતે ગૌ પહોંચાડી જરૂરી સારવાર હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે, ૧૦૮ દ્વારા ઈમરજન્સી સારવાર આપવામાં આવે છે અને તાત્કાલીક જેતે હોસ્પિટલ ખસેડવામાં આવે છે ત્યારે ગૌવંશની સેવામાં ૧૦૮ની માફક કામ કરતા હળવદ બજરંગ દળના કાર્યકરોએ આજે ગૌવંશની સારવાર હાથ ધરી હતી.

 

- text