યુ-ટ્યૂબ માં ધૂમ મચાવનાર મોરબીની અમિષા રાચ્છ હવે શીખવશે ઓનલાઈન ગરબા કોચિંગ

- text


લોકો ઘરે બેઠા તેમના અનુકૂળ સમયે ગરબા શીખી શકશે : નવરાત્રી સુધી દર અઠવાડિયે અલગ અલગ વીડિયો યુ ટયુબ મુકશે અમિષા

મોરબી : પોતાની ડાન્સ કલાથી યુ-ટ્યૂબ માં ધૂમ મચાવનાર મોરબીની અમિષા ભરતભાઇ રાચ્છ હાલમાં ફિજિયોથેરાપીના ફાઈનલ યર માં અભ્યાસ કરી રહ્યા છે અને ભરતનાટ્યમ માં વિશારદ થયેલા છે.તેમનો ડબ્બુ અંકલ સાથેનો વીડિયો યુ ટયુબ માં ખૂબ વાઇરલ થયો હતો. અમિષા તમામ પ્રકાર ની ડાન્સ સ્ટાઇલ માં નિપુણ છે તેમજ ફેશન મોડેલિંગ પણ કરે છે.અમિષા ફિટનેસમાં બોકવા ઇન્સ્ટ્રકરમાં ઈન્ટરનેશનલ લેવલ નું સર્ટિફિકેટ ધરાવે છે. અમિષા રાચ્છ પોતાની યુ ટ્યૂબ ચેનલ ધરાવે છે જેમાં તેઓ નિયમિતપણે અલગ અલગ ડાન્સ મૂકી રહ્યા છે. હાલમાં નવરાત્રી આવી રહી હોવાથી કંઈક નવું કરવાની ઇચ્છા સાથે તેઓ પોતાની યુ ટ્યૂબ ચેનલ માં ગરબા નું કોચિંગ શીખવી રહ્યા છે.તેમનું કહેવું છે કે નાના બાળકો થી લઈને મોટા વડીલો સુધી ના લોકોને પણ ગરબા શીખવા હોય છે પરંતુ તેઓ ક્લાસમાં જઈને શીખી શકતા નથી.તો હવે આવા બધા લોકો ઘરે બેઠા તેમના અનુકૂળ સમયે ગરબા શીખી શકશે.નવરાત્રી સુધી દર અઠવાડિયે અલગ અલગ વીડિયો યુ ટયુબ માં મુકવામાં આવશે.

- text

 

- text