મોરબીવાસીઓએ મૌન રેલી યોજી મચ્છું હોનારતના દિવંગતોને શ્રદ્ધાંજલિ આપી

- text


હોનારતના સમય 3.30 વાગ્યે 21 સાયરન વગાડાયા

મોરબી : મોરબી મચ્છુ જળ હોનારતમાં મૃત્યુ પામનાર દિવંગત આત્માઓને શ્રદ્ધા સુમન અર્પવા માટે દરવર્ષની જેમા આ વર્ષે પણ મોરબી નગરપાલિકા દ્વારા બપોરે 3.30 કલાકે 21 વખત સાયરન વગાડી નગરપાલિકા ખાતેથી મૌન રેલી યોજવામાં આવી હતી. આ રેલીમાં તમામ ક્ષેત્રના આગેવાનો અને મોટી સંખ્યામાં મોરબીવાસીઓ જોડાયા હતા.

- text

મોરબી નગરપાલિકા ખાતેથી નીકળેલી મૌન રેલી મણિમંદિર સ્થિત સ્મૃતિ સ્તંભ સ્થળે પહોંચી હતી અને દિવ્ય આત્માઓને શાંતિ માટે પ્રાર્થના કરી શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી. આ તકે ધારાસભ્ય, પૂર્વ ધારાસભ્ય, કલેકટર, ડીડીઓ તેમજ નગરપાલિકા અને મોરબી જિલ્લા અને તાલુકા પંચાયતના તેમજ રાજકીય પક્ષઓના આગેવાનો અને હોદેદારો તેમજ સરકારી વિભાગોના અધિકરીઓ અને  કર્મચારીઓ તથા દરેક ક્ષેત્રના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં નગરજનો અને ખાસ દિવંગતોના પરિવારજનો હાજર રહ્યા હતા.શહેરના અગ્રણીઓ જોડાયા હતા અને દિવંગત આત્માઓને શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા. આ સમયે અનેક લોકોની આખો ભીની થઇ ગઈ હતી.

- text