મોરબીમાં દબાણ હટાવો ઝુંબેશ : કેસરબાગ સામે દબાણો હટાવ્યા

- text


સોમવારથી દબાણ હટાવો ઝુંબેશ વેગવંતી : કેસરબાગ નવીનીકરણ કામગીરીનું નિરીક્ષણ કરતા ચીફ ઓફિસર

મોરબી : મોરબીમાં સોમવારથી મેગા દબાણ હટાવો ઝુંબેશ શરું થાય તે પૂર્વે આજે નગરપાલિકા તંત્ર દ્વારા કેસરબાગ સામે ખડકાયેલા દબાણ દૂર કરી અહીં ગેરકાયદે બનેલી ત્રણ હોર્ડિંગના દબાણ દૂર કરવા અલ્ટીમેટમ અપાયું હતું.

જાણવા મળતી વિગતો મુજબ મોરબીમાં વધી રહેલી ટ્રાફિક સમસ્યા નિવારવા આગામી સોમવારથી વ્યાપક પ્રમાણમાં દબાણ હટાવો ઝુંબેશ શરૂ કરવામાં આવનાર છે ત્યારે તે પૂર્વે આજે સવારમાં નગરપાલિકાના ચીફ ઓફિસર ગિરીશ સરૈયા મેદાનમાં ઉતર્યા હતા.

- text

ચીફ ઓફિસર ગિરીશ સરૈયાની આગેવાની હેઠળ દબાણ હટાવવા નીકળેલી ટીમે આજે સામેકાંઠે કેસરબાગ સામેના ભાગમાં આવેલા દબાણો હટાવવાની સાથે સાથે ગેરકાયદે બની ગયેલી ત્રણ ઓરડીના દબાણો દૂર કરવા ત્રણેય ઓરડીઓ ખાલી કરાવવામાં આવી હતી.

આ ઉપરાંત ચીફ ઓફિસર સરૈયાએ દબાણ હટાવો ઝુંબેશની સાથે-સાથે કેસરબાગમાં ચાલી રહેલ નવીનીકરણ કામગીરીનું પણ નિરીક્ષણ કર્યું હતું, સાથે સાથે સોમવારથી તંત્ર દ્વારા શહેરભરમાં વ્યઓક પ્રમાણમાં દબાણ હટાવો કામગીરી ઝુંબેશરૂપે શરૂ કરવામાં આવનાર હોવાનું પણ ઉમેર્યું હતું.

 

- text