મોરબીની નવયુગ સ્કૂલના ૭ છાત્રો રાજ્યકક્ષાએ કલા અને કૌવત બતાવશે

- text


પાંચ છાત્રોએ યોગમાં અને બે છાત્રોએ કલામહાકુંભમાં જિલ્લા કક્ષાએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું, હવે પ્રદેશ કક્ષાએ ભાગ લેશે

મોરબી : મોરબીમાં નવયુગ સ્કૂલના પાંચ વિદ્યાર્થીઓએ યોગ સ્પર્ધામાં ઉત્કૃષ્ટ દેખાવ કર્યો હોવાથી તેઓની રાજ્યકક્ષાએ પસંદગી થઈ છે. જેથી હવે આ પાંચેય વિધાર્થીઓ રાજ્યકક્ષાએ યોગના કરતબો દેખાડશે. સાથે સ્કુલના બે છાત્રોએ જિલ્લા કક્ષાના કલા મહાકુંભમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. આ બન્ને છાત્રો પણ પ્રદેશ કક્ષાની સ્પર્ધામાં ભાગ લેશે.

- text

લાઈફ મિશન સંસ્થા દ્વારા ઓપન યોગાસન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જિલ્લા કક્ષાએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર ૯ વિદ્યાર્થીઓની રાજ્યકક્ષાએ પસંદગી કરવામાં આવી છે. ૯ પૈકી ૫ વિદ્યાર્થીઓ નવયુગ સ્કૂલના છે. રાજ્યકક્ષા માટે નવયુગ સ્કૂલના ગોધવીયા ભવ્ય, પ્રિન્સ વડાવીયાની સબ જુનિયર અને શેરસિયા આદિત્ય, આઘેરા હીત, પટેલ યુમિતની જુનિયર વિભાગમાં પસંદગી કરવામાં આવી છે.

નવયુગ સ્કૂલમાં અભ્યાસ કરતા ઓમ બરાસરાએ વાદન વિભાગની હાર્મોનિયમમાં તેમજ પ્રિન્સ પટેલે અભિનય વિભાગની એક પાત્રીય અભિનય સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ પ્રથમ સ્થાન મેળવ્યું છે. કલા મહાકુંભમાં શાળા પરિવારનું ગૌરવ વધારવા બદલ આ વિદ્યાર્થીઓને સંસ્થાના પ્રમુખ પી.ડી. કાંજીયાએ અભિનંદન પાઠવ્યા છે. તેમજ તેઓ ઉતરોતર પ્રગતિ કરતા રહે તેવી શુભેચ્છા પાઠવી છે.

 

 

- text