દોઢેક વર્ષ પહેલાં નગરપાલિકાએ આંગણવાડી બનવવા ઓર્ડર આપવા છતાં કોન્ટ્રાકટર ગાંઠતો નથી : ફરિયાદ

- text


મોરબીના બોરીયાપાટી વિસ્તારમાં આંગણવાડી બનવવામાં કોન્ટ્રાક્ટરનું ઉહું

મોરબી : મોરબીના બોરીયાપાટી વાડી વિસ્તારના બાળકો માટે છેલ્લા ઘણા વર્ષોથી આંગણવાડી શરૂ કરવા સ્થાનિક લોકોની રજૂઆતને પગલે પાલિકા દ્વારા એકથી દોઢ વર્ષ પૂર્વે કોન્ટ્રાક્ટરને વર્ક ઓર્ડર આપવામાં આવ્યો હોવા છતાં કોન્ટ્રાકટર દ્વારા કામ શરૂ ન કરવામાં આવતા આ મામલે ઉચ્ચકક્ષાએ રજુઆત કરી અન્ય કોન્ટ્રાક્ટરને કામ આપવા માંગણી ઉઠાવવામાં આવી છે.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના બોરીયાપાટી વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી બાળકો માટે આંગણવાડીની સુવિધા ન હોય અશોકભાઈ ડાભી દ્વારા નગરપાલિકાને રજૂઆત કરવામાં આવી હતી જેને પગલે નગરપાલિકા દ્વારા બોરીયાપાટી આંગણવાડી શરૂ કરવા મંજૂરી આપી હતી.

- text

વધુમાં નગરપાલિકાએ આ માટે ખાનગી કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટ આપવા છતાં છેલ્લા દોઢ વર્ષથી કામગીરી શરૂ કરવામાં આવી નથી. આ મામલે અશોકભાઈએ નગરપાલિકાના ચીફ ઓફિસર તેમજ જિલ્લા કલેકટરને રજૂઆત કરી સત્વરે આંગણવાડીનું કામ શરૂ થાય તે માટે નવા કોન્ટ્રાક્ટરને ઓર્ડર આપવા રજૂઆત કરી હતી.

- text