મોરબી નજીક નેશનલ હાઇવે પર વાહન હડફેટે ૩ ગાયના મોત

- text


બીજા બનાવમાં ટેન્કર પાછળ બાઈક ઘુસી જતા બાઈકચાલકને ગંભીર ઇજા

મોરબી : મોરબી નજીક નેશનલ હાઇવે પર ભારે વાહનની હડફેટે ત્રણ ગાયના મોત નિપજ્યા હોવાનો બનાવ સામે આવ્યો છે. જ્યારે બીજા એક બનાવમાં આજ રોડ પર ટેન્કર પાછળ બાઈક ઘુસી જતા બાઈકચાલકને ગંભીર ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે.

પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબી નજીક નેશનલ હાઇવે પર કુબેર સિનેમા સામે કોઈ ભારે વાહને હડફેટે લેતા ત્રણ ગાયોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. ઉપરાંત આ જ રોડ પર થોડે આગળ સોયડી જવાના રસ્તે ટેન્કર અને બાઈક વચ્ચે પણ અકસ્માત સર્જાયો હતો. જેમાં ટેન્કર પાછળ બાઈક ઘુસી જતા બાઈક ચાલક ગંભીર રીતે ઘવાયો હતો.

- text

- text