વાંકાનેર : પાણીમાં છુપાવેલા રૂ. ૭૨ હજારના દારૂ અને બિયરનો જથ્થા પોલીસે શોધી કાઢ્યો

- text


વાંકાનેર : વાંકાનેરના વીરપર ગામે પાણીમાં છુપાવેલા રૂ. ૭૨, ૯૦૦ની કિંમતના દારૂ અને બિયરના જથ્થા સાથે પોલીસે બે શખ્સોને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત થતી વિગત મુજબ વાંકાનેર તાલુકાના વીરપર ગામે પોલીસે પાણીમાં છુપાવેલો દારૂ અને બિયરનો મોટો જથ્થો પોલીસે પકડી પાડ્યો હતો. હરજીભાઈ રાણાભાઈ દેકાવાડિયા અને અરવિંદભાઈ ગોરધનભાઇ વીંઝવાડિયાને ઈંગ્લીશ દારૂ કિંમત રૂ. ૪૨,૦૦૦, બિયર કિંમત રૂ. ૩૦૯૦૦ અને મોબાઈલ કિંમત રૂ. ૧૦૦૦ મળી કુલ ૭૩,૯૦૦ના મુદામાલ સાથે પકડી પાડવામાં આવ્યા છે. પોલીસે બન્ને શખ્સો સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text

- text