મોરબી જિલ્લામાં 76 શ્રેષ્ઠ શાળાની પસંદગી કરાશે

- text


શ્રેષ્ઠ કામગીરી કરતી શાળાને પ્રોત્સાહિત કરવા સરકારે ક્લસ્ટર દીઠ શ્રેષ્ઠ શાળાની રાજ્ય સરકારે યાદી મંગાવી

મોરબી : મોરબી જિલ્લામાં સરકારી શાળાઓમાં શિક્ષણનું સ્તર ઉતરોતર ઊંચું આવી રહ્યું છે જેના પરિણામ સ્વરૂપ છેલ્લા બે વર્ષમાં અનેક વાલીઓએ પોતાના બાળકોને ખાનગી શાળામાંથી સરકારી શાળામાં ભણવા બેસાડ્યા છે એ સંજોગોમાં સરકાર દ્વારા શ્રેષ્ઠ સરકારી શાળાની પસંદગી કરવા નક્કી કરતા મોરબીની ૫૯૯ પૈકી ૭૬ શ્રેષ્ઠ શાળાઓની પસંદગી કરાશે.

સામાન્ય રીતે સરકારી શાળાની કામગીરી ખરાબ જ હોવાની ફરીયાદ ઉઠતી હોય છે અને તેના માટે શિક્ષકોને જવાબદાર ગણી તેનાં પર માછલાં ધોવાય છે. જોકે કેટલીય શાળાના શિક્ષકો પોતાની શ્રેષ્ઠ કામગીરી કરતા હોય છે. અને સરકારી શાળાની પ્રવૃતિ અને પરિણામ પણ ખાનગી સ્કૂલને ટક્કર મારે તેવી હોય છે. પણ યોગ્ય પ્રોત્સાહનના અભાવે તેમની કામગીરી પર વિપરીત અસર થતી હોય છે.ત્યારે રાજય સરકાર દ્રારા આવી શ્રેષ્ઠ કામગીરી કરતી શાળાની કલસ્ટર રિસોર્સ કો ઓર્ડીનેટર (સીઆરસી) દીઠ શાળાની યાદી તૈયાર કરી મોકલવા આદેશ કરાયો છે. અને તાં.૧૦ સુધીમાં આ વિગત મોકલી આપવા આદેશ કરાયો છે.

મોરબી જિલ્લામાં કુલ ૫૯૯ શાળાઓ આવેલી છે જેમાં ૭૬ સીઆરસી આવેલ છે જેમાંથી એક શ્રેષ્ઠ શાળા પસંદ કરવામાં આવશે. એટલે કે જિલ્લામાંથી કુલ ૭૬ સીઆરસી લેવલે શ્રેષ્ઠ શાળાની પસંદગી થશે. આ કામગીરીથી ભવિષ્યમાં શ્રેષ્ઠ કામગીરી કરતી શાળાને પ્રોત્સાહન આપવા કોઈ આયોજન કરવામાં આવે તૌ આવી શાળાને પ્રથમ તક મળી શકે છે અને તેનાથી અન્ય પ્રાથમિક શાળાને પણ સારી કામગિરીમા પ્રોત્સાહન મળી રહે તેવા હેતુથી સરકાર દ્રારા આયોજન કરાયુ છે.

- text

મોરબી જિલ્લામા કુલ ૫૯૯ થી વધું પ્રાથમિક શાળા આવેલી છે જે ૭૬ સીઆરસી હેઠળ આવે છે. સીઆરસીનીતેનાં અંતર્ગત આવતી શાળામા મોનીટરીંગ, સમયાંતરે શિક્ષકો અને આચાર્યને જૃરૂરી માર્ગદર્શન આપવાનું હોય છે. બીઆરસી અને પ્રાથમિક શાળા વચ્ચે કડી રુપ કામગીરી કરવાની હોય છે. મોરબી તાલુકામાં ૨૨, માળિયામા ૧૦, ટંકારા ૭,વાંકાનેર ૨૨ અને હળવદ મા ૧૫ સીઆરસી છે . આમ જિલ્લામા ક્લસ્ટર દીઠ ૭૬ શાળાને શ્રેષ્ઠ શાળા બનાવમાં આવશે.

વધુમાં મોરબી જિલ્લામા સારી શિક્ષણ પદ્ધતિ, તેમજ શ્રેષ્ઠ કહી શકાય તેવી ૫૦ જેટલી શાળાની અમે અગાઉથી અલગ લિસ્ટ બનાવી તે શાળા અન્ય શાળા માટે પ્રોત્સાહન રુપ બને તેવા પ્રયાસ કર્યા છે. સરકારના આ પગલાંથી વધું સારી શાળા સામે આવશે અને અન્ય શાળાનુ સંચાલન સારી રીતે થાય તે માટે પ્રોત્સાહન રુપ બનશે તેમ જિલ્લા શિક્ષણ અધિકારી બી.એન.દવેએ જણાવ્યું હતું.

- text