હળવદના નવા ઘનશ્યામગઢમાં જુગારધામ ઝડપી લેતી એલસીબી

- text


રૂપિયા ૨,૯૧,૭૦૦ ની રોકડ અને કુલ ૬,૭૬,૭૦૦ ના મુદામાલ સાથે ૯ શકુની ઝડપાયા

હળવદ : શ્રાવણ માસ નજીક આવતા જ મોરબી જિલ્લામાં જુગારની મોસમ પુરબહારમાં ખીલી હોય તેમ રોજે – રોજ જુગાર રમતા અનેક ઝડપાઈ રહ્યા છે ત્યારે ગતરાત્રીના એલસીબી ટીમે હળવદના નવા ઘનશ્યામગઢ ખાતે દરોડો પાડી રહેણાંક મકાનમાં ચાલતી જુગાર કલબ ઝડપી લઈ ૯ શકુનીઓને ૬,૭૬,૭૦૦ ના મુદામાલ સાથે ઝડપી લેતા જુગારી આલમમાં ફફડાટ મચી ગયો છે.

પ્રાપ્ત વિગતો મુજબ હળવદના નવા ઘનશ્યામગઢ ગામે જુગાર કલબ ધમધમતી હોવાની બાતમીને આધારે ઇન્ચાર્જ એલસીબી પીઆઇ આર.ટી.વ્યાસ અને તેમની ટીમે દરોડો પાડતા નરશીભાઈ શિવાભાઈ સંઘાણીના મકાનમાં બહારથી માણસો બોલાવી નાલ ઉઘરાવી જુગાર રમતો હોવાનું બહાર આવતા એલસીબી ટીમે ઘટના સ્થળેથી રૂ. ૨, ૯૧,૦૦ રોકડા સહિત કુલ રૂપિયા ૬,૭૬,૭૦૦ ના મુદામાલ સાથે ૯ શખસોને ઝડપી લીધા હતા.

- text

દરોડા દરમિયાન એલસીબી ટીમે નરશીભાઈ શિવાભાઈ સંઘાણી, ભગત ઉર્ફે ભરત મગનભાઈ ગોપાણી, ભરતભાઇ અરજનભાઈ આદ્રોજા, સુરેશ જગદીશભાઈ પારેજીયા, હરેશભાઇ દલીચંદભાઈ લોરીયા, રમેશ તળસીભાઈ ગાઢિયા, દિલીપભાઈ કરશનભાઇ વામજા, ધીરજલાલ પ્રેમજીભાઈ આદ્રોજા, લાલિતભાઈ ભગવાનજીભાઈ વિડજા નામના આરોપીઓને ઝડપી લીધા હતા.

વધુમાં પોલીસે દરોડા દરમિયાન રોકડા રૂપિયા ૨,૯૧,૭૦૦, મોટરસાયકલ નંગ – ૧ કિંમત રૂપિયા ૨૦ હજાર તેમજ ફોરવ્હીલ નંગ -૧ કિંમત રૂ. ૩,૫૦,૦૦૦ અને મોબાઈલ નંગ – ૯ કિ.રૂ.૧૫૦૦૦ મળી રૂ.૬,૭૬,૭૦૦ નો મુદામાલ કબ્જે કરી તમામ આરોપીઓ વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં ગુન્હો નોંધાવેલ હતો

- text