મોરબીમાં જાગરણમાં જુગાર રમતા ચાર ઝડપાયા

- text


શનાળા રોડ હાઉસીંગબોર્ડ કવાટર્સની શેરીમાં પોલીસે દરોડો પાડ્યો

મોરબી : મોરબીના શનાળા રોડ પર હાઉસિંગ બોર્ડના કવાટર્સમાં જાગરણની રાત્રીમાં જાહેરમાં જુગાર રમી રહેલા ચાર શખ્સોને પોલીસે રૂ. ૨૭૯૭૦ ની મતા સાથે ઝડપી લઈ ઉજાગરો કરાવ્યો હતો.

જાણવા મળ્યા મુજબ મોરબીના નવનિયુક્ત જિલ્લા પોલીસવડા કરણરાજ વાઘેલાએ તમામ પોલીસ મથકોની જુગાર, દારૂની બદી નાથવા આપેલા આદેશને પગલે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે બાતમીને આધારે શનાળા રોડ પર હાઉસિંગ બોર્ડ કવાટર્સમાં જાહેરમાં જુગાર રમતા ચરણે ઝડપી લઈ રૂ. ૨૭૯૭૦ ની માલમતા ઝડપી લીધી હતી.

- text

પીઆઇ આર.જે.ચૌધરીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ સી.એચ.શુક્લ સહિતના સ્ટાફે હાઉસીંગબોર્ડ કવાટર્સ નંબર એલ – ૫૨૯ વાળી શેરીમાં રેઇડ કરી પ્રશાંત દિનેશ અગ્રાવત, નિલેશ રાજેન્દ્ર અગ્રાવત, નીતિન રાજેન્દ્રભાઇ અગ્રાવત, રે ત્રણેય કાંતિપૂર, મોરબી તથા આશિષ ગુણવંતરાય દેવમુરારી રે. મોરબીવાળાને રૂ.૨૭૯૭૦ રોકડા સાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- text