- text
મોરબી : મોરબી જિલ્લા કક્ષાની બેઝબોલ અને સોફ્ટબોલ સ્પર્ધામાં એલીટ ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓએ વિજેતા થઈને શાળા તેમજ પરિવારનું ગૌરવ વધાર્યું છે.
મોરબી જિલ્લા કક્ષાની બેઝબોલ અંડર-૧૯ અને સોફ્ટબોલ અંડર-૧૪ સ્પર્ધા એક્સલ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે યોજાઈ હતી. જેમાં એલીટ ઇન્ટરનેશનલ સ્કૂલના છાત્રોએ વિજેતા બન્યા હતા. ત્યારે શાળાના છાત્રો અને કોચને સ્કૂલના સંચાલક ક્લોલાએ અભિનંદન પાઠવ્યા હતા.
- text
- text