મોરબી : સર્વોપરી શૈક્ષણિક સંકુલમાં ગુરૂ પૂર્ણિમાની ઉજવણી

- text


મોરબી : મોરબીના સર્વોપરી શૈક્ષણિક સંકુલમાં આજે ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી. આ તકે વિદ્યાર્થીઓએ ગુરુઓ પ્રત્યેનો ભાવ શબ્દોમાં વર્ણવ્યો હતો.

ગુરુ ને ચરિતાર્થ કરતો દિવસ અટલે ગુરુ પૂર્ણિમા. આજ રોજ સર્વોપરી શૈક્ષણિક સંકુલમાં ગુરુના મહિમા વિશે ઉત્કૃષ્ટ કરતા વક્તવ્ય, નાટક, કવિતા, વગેરે વિદ્યાર્થીઓ રજુ કરી ગુરુને શાબ્દિક વંદના કરી હતી.આજ દિવસે વિદ્યાર્થીઓમાં ગુરુ ના શ્રેષ્ઠ ગુણોને ગાયા હતા.આ તકે સંચાલકો તેમજ શિક્ષકો, પ્રોફેસરો હાજર રહી વિદ્યાર્થીઓ ને ગુરુ નું જીવન માં મહત્વ સમજાવ્યુ હતું. આમ આ પવિત્ર દિવસ ની હર્ષભેર ઉજવણી કરાઈ હતી.

- text

- text