બાળકોને બગીચામાં કેમ રમાડો છો તેમ કહી શખ્સે વૃધ્ધાને લોખંડનો સળિયો ફટકાર્યો

- text


મોરબી :શનાળા રોડ પર સ્કાય મોલ સામે આવેલ ચિત્રાનગર સોસાયટીની ઘટના

મોરબી : મોરબીના શનાળા રોડ પર ચિત્રાનગર સોસાયટીમાં આવેલા બગીચામાં બાળકોને રમાડતા વૃધ્ધા પર “બાળકોને બગીચામાં કેમ રમાડો છો” તેમ કહી એક શખ્સે હુમલો કરીને માથાના ભાગે લોખંડનો સળીયો ફટકાર્યો હોવાની ફરિયાદ નોંધાઇ છે.

- text

મોરબીના શનાળા રોડ પર સ્કાયમોલ સામે આવેલ ચિત્રાનગર સોસાયટીમાં રહેતા ચંદુભાઇ હરખજીભાઈ કડીવારે એ ડિવિઝનમાં ફરિયાદ નોંધાવી હતી કે તેઓની સોસાયટીમાં આવેલ બગીચામાં તેઓના પત્ની શારદાબેન બાળકોને રમાડી રહ્યા હતા. તે વેળાએ તેજ વિસ્તારમાં રહેતા ભરતભાઇ મહાદેવભાઈ મેરજાએ ત્યાં આવીને બગીચામાં બાળકોને કેમ રમાડો છો તેમ કહીને તેમની પત્નીના માથાના ભાગે સળિયો ફટકાર્યો હતો. આ સાથે અન્ય એક મહિલા ગૌરીબેનને પણ સળિયો ફટકારીને ઈજાઓ પહોંચાડી હતી.

એ ડીવિઝન પોલીસે ચંદુભાઈની ફરિયાદના આધારે ભરતભાઇ સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text