મોરબીમાં એનએમસી બિલના વિરોધમાં તબીબોની સજ્જડ હડતાલ

- text


ધિક્કાર દિવસ મનાવી તબીબોએ લડતની રણનીતિ ઘડી : સોમવારે જિલ્લા કલેકટરને આવેદન અપાશે

મોરબી: મોરબીમાં તબીબો દ્વારા એનએમસી બિલના વિરોધમાં આજે સાંજે છ વાગ્યા સુધી નિદાન અને સારવારની કામગીરીથી અળગા રહી ધિક્કાર દિવસ મનાવી સરકાર સામે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે, જે અન્વયે આજે તબીબોની મહત્વપૂર્ણ મિટિંગ યોજી સોમવારે જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવવા નક્કી કરાયું હતું.

છેલ્લા ઘણા સમયથી એનએમસી બિલના વિરોધમાં દેશભરમાં દેખાવો થઈ રહ્યા છે તબીબી આલમમાં એનએમસી બિલ સામે  રોષ જોવા મળી રહ્યો છે, તબીબોના જણાવ્યા મૂજબ એનએમસી બિલ તબીબોને અન્યકર્તા હોવાથી આજે મોરબી શહેરના તમામ તબીબો સાંજના છ વાગ્યા સુધી હડતાલ પાડી ક્લિનિકથી અળગા રહી એનએમસી બિલનો વિરોધ નોંધાવ્યો હોવાનું ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા જાહેર કરાયું છે.

- text

ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના પ્રમુખ સુનિલ અખલાણીએ જણાવ્યું હતું કે આજે તબીબો દ્વારા ધિક્કાર દિવસ મનાવવામાં આવ્યો છે અને આગળની રણનીતિ માટે આઇએમએના નેજા હેઠળ મિટિંગ પણ યોજવામાં આવી હતી.

જો કે આજે હડતાલ હોવા છતાં તબીબો દ્વારા દર્દીઓને અગવડતા ન પડે તેથી ઇમરજન્સી સેવા ચાલુ રાખવા આવી હતી અને આજે શનિવારે રજાનો દિવસ હોય તબીબો દ્વારા સોમવારે જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવનાર હોવાનું ઇન્ડિયન મેડિકલ એસોસિએશન મોરબીના પ્રમુખ ડો.સુનિલ અખલાણીએ અંતમાં જણાવ્યું હતું.

- text