મોરબીના આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા યોજાયો નેશનલ સાયન્સ સેમિનાર

- text


સેમિનારમાં બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો

મોરબી : મોરબીમાં આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા નેશનલ સાયન્સ સેમિનાર યોજવામાં આવ્યો હતો. આ સેમિનારમાં બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાને આવેલ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

- text

આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્રમાં નેશનલ સાયન્સ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં મોટી સંખ્યામાં બાળકો ઉત્સાહભેર જોડાયા હતા. સેમિનારમાં પ્રથમ સ્થાને સાર્થક વિદ્યામંદિરનો છાત્ર હર્ષ મનીષભાઈ ચાવડા, દ્વિતીય સ્થાને ઓમ શાંતિ ઈંગ્લીશ મીડીયમ સ્કૂલનો છાત્ર સ્નેહ જોશી અને તૃતીય સ્થાને નીલકંઠ વિદ્યાલયની છાત્રા જાનકી રોહિતભાઈ સબાપરા, ઓમ શાંતિ ઈંગ્લીશ મીડીયમ સ્કૂલનો સાહિલ ગાંધી વિજેતા બન્યા હતા.

વિધાર્થીઓના ગાઈડ તરીકે રવિરાજ પૈજા અને મયંકભાઈ કાર્યરત રહ્યા હતા. વિજેતા વિધાર્થીઓને આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્રના એલ.એમ.ભટ્ટે અભિનંદન પાઠવીને પ્રોત્સાહિત કર્યા હતા.

 

- text