નર્મદાડેમની સપાટી વધ્યે મોરબીના ઘોડાધ્રોઇ ડેમમાં નર્મદાના નીર ઠલવવાની ખાત્રી આપતા ડે. સીએમ

- text


ધારાસભ્ય બ્રિજેશ મેરજાની રૂબરૂ રજૂઆતનો હકારાત્મક પ્રત્યુતર આપતા ના. મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ

મોરબી : ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ નાયબ મુખ્યમંત્રીની મુલાકાત લઈને તેઓ સમક્ષ ઝીકિયાળી ગામે આવેલા ઘોડાધ્રોઇ ડેમમાં નર્મદાનું પાણી ઠાલવવામાં આવે તેવી રજુઆત કરવામાં આવી હતી. જેના પ્રત્યુત્તરમાં નાયબ મુખ્યમંત્રીએ નર્મદા ડેમની સપાટી વધે એટલે તુરંત જ ઘોડાધ્રોઇ ડેમમાં પાણી ઠાલવવાની ખાતરી આપી હતી.

ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ નાયબ મુખ્યમંત્રીની મુલાકાત લઈને મોરબીના ઝીકિયાળી ગામે આવેલ ઘોડાધ્રોઇ ડેમને નર્મદા નિરથી ભરવાની રજુઆત કરી હતી. ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ જણાવ્યું કે આ ડેમમાં પાણીનો જથ્થો વધશે એટલે ખેડૂતો ખરીફ પાક લઈ શકશે સાથે પશુઓ માટે લીલો ઘાસચારો પણ ઉપલબ્ધ બનશે. નાયબ મુખ્ય મંત્રીએ નર્મદડેમની સપાટી વધશે એટલે તુરંત જ ઘોડાધ્રોય ડેમમાં પાણીનો જથ્થો ઠાલવવાની ખાતરી આપી હકારાત્મક વલણ અપનાવ્યું હતું.

- text

ઉપરાંત ધારાસભ્ય મેરજાએ જિલ્લા વિકાસ અધિકારીને પણ રજુઆત કરી હતી કે રંગપર, કેશવનગર, જીવાપર માર્ગ, ચકમપર, ઝીકિયાળી માર્ગ, બેલા-શનાળા વચ્ચેના કોઝવેનું કામ, રાજનગર-પંચાસર રોડ બાબતે તાકીદે કાર્યવાહી કરવામાં આવે.

- text