મોરબીના શનાળા રોડ પરની જીઆઈડીસીમાં પોસ્ટ ઓફીસ ખોલવાની પૂર્વ ધારાસભ્ય અમૃતિયાની માંગ

- text


મોરબીની મુલાકાતે આવેલા પોસ્ટ સુપ્રીટેનડેન્ટ સમક્ષ પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાની ધારદાર રજુઆત

મોરબી : મોરબીમાં મેઈન પોસ્ટ ઑફિસથી શનાળા ગામ સુધીનાં વિસ્તારમાં વચ્ચે ક્યાંય પોસ્ટ ઑફિસની કોઈ જ પ્રકારની સુવિધા ઉપલબ્ધ નથી. જેને લઈને આમ પ્રજાને ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ત્યારે કેન્દ્રમાં આવેલા જી.આઈ.ડી.સી.માં પોસ્ટ ઑફિસ શરૂ કરવા પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ પોસ્ટ ઓફીસ સુપ્રીટેનડેન્ટને રજુઆત કરી છે.

ખૂબ જ ઝડપથી વિકસી ગયેલ રવાપર રોડ, શનાળા રોડ, પંચાસર રોડ તથા વાવડી રોડ પર વસવાટ કરતા લોકોને અનેક બાબતોમાં પોસ્ટ ઑફિસને લગતી સુવિધાઓની આવશ્યકતા રહે છે. તા.૨૪ ના રોજ પોસ્ટ ઑફિસના સુપ્રિન્ટેનડેન્ટ એલ. સી. જોગીની મોરબી મુલાકાત સમયે ઉપરોક્ત વિસ્તારના નગરજનોને પોસ્ટ ઓફીસની વિવિધ સુવિધાઓ મળી રહે તે માટે લગભગ કેન્દ્ર સ્થાને આવતી જી.આઈ.ડી.સી.માં પોસ્ટ ઑફિસ શરૂ કરવા પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ રજુઆત કરી છે.

- text

સાથે સાથે આ માંગને ઝડપી અમલમાં લાવવા વિસ્તારના સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાને પણ રજુઆત કરવામાં આવી છે. ઉપરાંત મોરબી મેઈન પોસ્ટ ઑફિસમાં આધારકાર્ડની કામગીરી માટે જરૂરી કીટ વિગેરે આવી ગયેલ છે પરંતુ કોઈ કારણોસર પૂરી ક્ષમતાથી કામગીરી શરૂ થયેલ નથી. તમામ પ્રજાજનો પાસે આધારકાર્ડ હોવું ફરજીયાત છે એટલે આધાર કાર્ડ એ નાગરિકોની પ્રાથમિક જરૂરિયાત પણ છે. સુપ્રિન્ટેનડેન્ટએ આ આડેના તમામ અંતરાયો દૂર કરવા ખાત્રી આપી છે અને કામગીરી તુર્તજ શરૂ થઈ જશે તેમ જણાવેલ છે.

- text