હળવદના વેપારીઓ સાથે થયેલ ૩.૬૧ કરોડની છેતરપિંડી મામલે ડીવાયએસપીને રજુઆત

- text


હળવદ : હળવદ માર્કેટીંગ યાર્ડમાં એક માસ અગાઉ રૂ. ૩.૬૧ કરોડની થયેલ છેતરપીંડી મામલે હળવદ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. જેના આરોપીઓની આજદીન સુધી ધરપકડ કરવામાં નહીં આવતા હળવદ માર્કેટીંગ યાર્ડના વેપારીઓએ મોરબી જિલ્લા ડીવાયએસપીને લેખિત રજૂઆત કરી આરોપીઓને પકડી પાડવાની માંગ કરી છે.

સૌરાષ્ટ્રમાં પ્રથમ હરોળમાં આવતા હળવદ માર્કેટીંગમાં ગત તા.૧૬/૬ના ચાર શખ્સો સામે ૩.૬૧ કરોડની છેતરપીંડીની ફરિયાદ નોંધાઈ હતી. જે મામલે હળવદ યાર્ડના વેપારીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો. તેમજ આ સમગ્ર બનાવ બાબતે હળવદ પંથકમાં ભારે ચકચાર ફેલાઈ હતી. ત્યારે આજરોજ હળવદ માર્કેટીંગ યાર્ડના વેપારીઓના કાયદેસરના લેણા નાંણા નહીં ચુકવતા ગુનો દાખલ કરેલ હોય જેને આજે એક માસ ઉપરાંતનો સમય વિતી ગયો હોવા છતાં ૩.૬૧ કરોડની છેતરપીંડી આચરનારા ચાર શખ્સોમાંથી એકપણ શખ્સની ધરપકડ આજદીન સુધી નહીં કરવામાં નહીં આવતા વેપારીઓએ મોરબી જિલ્લાના ડીવાયએસપીની લેખિત રજૂઆત કરી આરોપીઓને ઝડપી પાડવાની માંગ કરી છે.

- text

વધુમાં લેખિત રજૂઆતમાં જણાવ્યા પ્રમાણે ૩.૬૧ કરોડની છેતરપીંડી આચરનારા ચારેય શખ્સો આર્થિક રીતે સધ્ધર અને રાજકીય પીઠબળ ધરાવતા હોય તેથી જ આરોપીઓની આજદીન સુધી ધરપકડ કરવામાં આવેલ નથી ત્યારે ૩.૬૧ કરોડ ચાંઉ કરી જનાર શખ્સોને વહેલી તકે ઝડપી પાડી કડક કાર્યવાહી કરવાની માંગ હળવદ માર્કેટીંગ યાર્ડના વેપારીઓએ ડીવાયએસપી સમક્ષ કરેલી લેખિત રજૂઆતમાં કરી હતી.

- text