હળવદના પત્રકાર મેહુલ ભરવાડનો આજે જન્મદિવસ

- text


હળવદ : હળવદના જાગૃત પત્રકાર અને હળવદ બ્રેકિંગ ન્યૂઝના એમ.ડી. મેહુલ ભરવાડનો આજે જન્મદિવસ છે.

સમસ્ત ભરવાડ સમાજના ગૌરવ એવા પત્રકાર મેહુલભાઈએ જયહિન્દ દૈનિકથી પોતાનું કેરિયર શરૂ કરી આજે પત્રકારત્વક્ષેત્રે ૬ વર્ષનો ચડાવ – ઉતાર નિહાળી અનેક મહત્વપૂર્ણ ઘટનાઓના સાક્ષી બન્યા છે. હાલમાં તેઓ અબતક દૈનિક, લાઈવ ગુજરાત ન્યૂઝ, કાઠિયાવાડ પોસ્ટ, ગોપાલક સંદેશ, સૌરાષ્ટ્ર ક્રાંતિ, મોરબી અપડેટમાં પત્રકાર તરીકે સેવા આપી રહ્યા છે.

મુળ સરંભડા ગામના વતની અને હાલમાં હળવદ સ્થાયી થયેલા મેહુલભાઈ ભરવાડનો જન્મ તા.૨૨/૭/૯૦ ના રોજ થયો હતો, પત્રકારત્વક્ષેત્રે પદાર્પણ કરવા છતાં મેહુલભાઈએ પોતાનો દૂધનો વ્યવસાય છોડ્યો નથી અને આવનાર સમયમાં હળવડમાં દૂધ ઉત્પાદક મંડળીની રચના કરી માલધારી સમાજના ઉત્થાન માટે કામગીરી કરવા પણ તૈયારી કરી રહયા છે અને આજે પણ પોતાની દૂધની ડેરી ખાતે નિયમિત હાજરી આપી રહ્યા છે. તેઓ હળવદ પત્રકાર સંઘના પ્રમુખ, ઉપ પ્રમુખ રહી ચુકયા છે અને અનેક લોક ઉપયોગી કાર્યો કર્યા છે અને હાલમાં તેઓ “હળવદ બ્રેકિંગ” સોશિયલ મિડીયા આવૃત્તિ શરૂ કરી હળવદના લોકપ્રશ્નોને વાચા આપી રહ્યા છે.

- text

આજે તેમના જન્મદિવસ નિમિત્તે મિત્રવર્તુળ, સગાસ્નેહીઓ ઉપરાંત રાજકીય અગ્રણીઓ દ્વારા મો.૯૮૯૮૩ ૮૭૪૨૧ પર શુભેચ્છાઓનો ધોધ વહી રહ્યો છે.

 

- text