મોરબીમાં આજે ૨ હજારથી વધુ વૃક્ષના રોપાનું વિતરણ

- text


મોરબી અપડેટ સહિતની વિવિધ સંસ્થાઓના સયુંકત ઉપક્રમે શહેરને હરિયાળું બનાવવાના સંકલ્પ સાથે લીમડો, પીપળો, કરંજ જેવા ઘટાદાર વૃક્ષોના રોપાઓનું કરાયું વિતરણ

મોરબી : મોરબીમાં વિવિધ સંસ્થાઓ દ્વારા આજરોજ તા.૨૨ના રોજ રવિવારે વૃક્ષના રોપાના વિતરણનું પ્રેરક કાર્ય હાથ ધરવામાં આવ્યુ છે. જેમાં કુલ ૨ હજાર વૃક્ષના રોપાઓનું વિતરણ કરવામાં આવ્યું છે. શહેરને હરિયાળું બનાવવાના સંકલ્પ સાથે થનાર આ સેવા કાર્યમાં ‘મોરબી અપડેટ’ પણ સહભાગી બન્યું છે.

- text

મોરબીમાં મેઘમહેરને કારણે વૃક્ષારોપણ માટે અનુકૂળ વાતાવરણ સર્જાયું છે. ત્યારે વન વિભાગના સહયોગથી મયુર નેચર કલબ, પ્રેસ ફ્રેન્ડ્સ કલબ, ઇન્ડિયન લાયન્સ કલબ અને ‘મોરબી અપડેટ’ના સયુંકત ઉપક્રમે આજે તા. ૨૨ને રવિવારે સવારે ૯ થી ૧૨ વાગ્યા દરમિયાન સંદેશ બ્યુરો ઓફીસ નીચે, કેકે સ્ટીલ સામે , રામ ચોક, શનાળા રોડ ખાતે વૃક્ષના રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું।. જેમાં કુલ ૨ હજારથી વધુ વૃક્ષના રોપાનું વિતરણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.

આ અંગે મયુર નેચર કલબના એમ.જી. મારુતિએ જણાવ્યું હતું કે શહેરમાં પર્યાવરણની સમતુલા જળવાઈ રહે તે માટે વૃક્ષના રોપાનું વિતરણ કરવાનું આયોજન હાથ ધરાયુ છે. જેમાં લીમડો, પીપળો, કરંજ જેવા ઘટાદાર વૃક્ષોના રોપાઓનું જ વિતરણ કરવામાં આવ્યું છે.

- text