મોરબી તાલુકાની ૧૮૧ શાળા અને ૨૨ બીઆરસી ભવનને શ્રીમદ ભગવત ગીતા અપાઈ

- text


હ્યુમન ઇન્સપાયર ઓર્ગેનાઇઝર્સના ફાઉન્ડર શૈલેષભાઈ ધાનજા અને મોરબી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ સંદીપભાઈ આદ્રોજાનું પ્રેરણાદાયી કાર્ય

મોરબી : મોરબી તાલુકાની તમામ ૧૮૧ પ્રાથમિક શાળાઓ તેમજ ૨૨ બીઆરસી ભવનોને હ્યુમન ઇન્સપાયર ઓર્ગેનાઇઝર્સના ફાઉન્ડર શૈલેષભાઈ ધાનજા અને મોરબી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ સંદીપભાઈ આદ્રોજા તરફથી શ્રીમદ ભગવત ગીતા અર્પણ કરવામાં આવી હતી.

મોરબી તાલુકાની તમામ સરકારી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ ભારતની ભવ્ય સંસ્કૃતિ અને સાંસ્કૃતિક વારસાને જાણે તેમજ શ્રીમદ ભગવદ્ ગીતાજીને જાણે અને શાળામાં દરરોજ પ્રાર્થનાસભામાં ગીતાજીના શ્લોકોનું પઠન થાય અને વિદ્યાર્થીઓ ગીતાજીના અધ્યાયો અને શ્લોકો કંઠસ્થ કરે તેવા ઉમદા આશયથી હ્યુમન ઇન્સપાયર ઓર્ગેનાઇઝર્સના ફાઉન્ડર શૈલેષભાઈ ધાનજા અને મોરબી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ સંદીપભાઈ આદ્રોજા તરફથી મોરબી તાલુકાની તમામ ૧૮૧ સરકારી પ્રાથમિક શાળાઓ અને ૨૨ કલસ્ટર રિસોર્સ સેન્ટરને શ્રીમદ ભગવત ગીતા આપવામાં આવી હતી.

- text

આવા ઉમદા કાર્ય અને સાંસ્કૃતિક વારસાના જતનના નિર્માણની ભાવના બદલ મોરબી તાલુકા પ્રાથમિક શિક્ષણ પરિવાર અને સંગઠન તેમજ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ પરિવાર અને શિક્ષક મિત્રો તરફથી આ બંને સેવાભાવીઓને શુભેચ્છા પાઠવવામાં આવી હતી.દળદાર કદની સમગ્ર ગુજરાતી અનુવાદ સાથેની શ્રીમદ્દ ભગવદ્ ગીતાજી શિક્ષકો અને વિદ્યાર્થીઓને ખૂબજ ઉપયોગી સાબિત થશે તેવુ બન્ને મહાનુભાવોએ જણાવ્યુ હતું.

 

- text