મોરબીમાં રવિવારે ધ આઇકોનીક સ્ટાર ડાન્સ શો યોજાશે

- text


૩૫ ડાન્સ પરફોર્મન્સ રજૂ કરીને ૭૫ ડાન્સરો પાથરશે તેની કલાના કામણ : એવોર્ડ સેરેમનીનું પણ આયોજન

મોરબી : મોરબીના ટાઉન હોલ ખાતે સોનીક ડાન્સ એકેડમી દ્વારા આગામી તા. ૨૨ને રવિવારે ધ આઇકોનીક સ્ટાર ડાન્સ શો યોજાનાર છે. વિવિધ ક્ષેત્રોના મહાનુભાવોની ઉપસ્થિતિમાં બેસ્ટ સ્ટુડન્ટસ ઓફ ધ યર અને બેસ્ટ ડાન્સિંગ સ્ટારનું સન્માન કરવામાં આવશે. સાથે ઉભરતા ડાન્સરો ડાન્સના માધ્યમથી પોતાની કલાના કામણ પાથરશે.

મોરબીના રવાપર રોડ સ્થિત જાણીતી સોનિક ડાન્સ એકેડમી દ્વારા ટાઉનહોલ ખાતે ધ આઇકોનીક સ્ટાર નામના વાર્ષિકોત્સવનું જાજરમાન આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષીકોત્સવનું આયોજન કોરિયોગ્રાફર રૂપલ દેસાઈ અને જીગ્નેશ દેસાઈ દ્વારા કરવામાં આવ્યું છે. સોનિક ડાન્સ એકેડમીના ૧૭ વર્ષ સફળતાથી પૂર્ણ થવા બદલ આ જાજરમાન કાર્યક્રમ યોજાનાર છે. જેમાં ત્યાંના વિધાર્થીઓની કલાથી લોકોને વાકેફ કરવામાં આવનાર છે.

- text

કાર્યક્રમમાં સૌ પ્રથમ પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા , ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા, સીએ સમીર મહેતા અને મહેશભાઈ દેસાઈ દ્વારા દીપ પ્રાગટય કરવામાં આવશે. કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ન્યુ એરા પબ્લિક સ્કૂલના ડી.બી. પાડલીયા, વિનય ઇન્ટરનેશનલ સ્કૂલના કૃનાલ મેવા, નેશનલ એકેડમી ઓફ મોરબી સ્કૂલના ક્ષમા અદરોજા, ઓમ શાંતિ ઈંગ્લીશ મીડિયમના આનંદ ઠક્કર, સના કાઝી અને ગુજરાત રાજ્ય મહિલા સુરક્ષા મંડળના દેવિકાબેન મહેતા ઉપસ્થિત રહેશે.

કાર્યક્રમમાં કુલ ૩૫ ડાન્સની પ્રસ્તુતિ કરીને ૭૫ ઉભરતા ડાન્સરો પોતાની કલાના કામણ પાથરશે. બાદમાં એવોર્ડ સેરેમની યોજાશે. જેમાં બેસ્ટ સ્ટુડન્ટસ કલ્પન મહેતા, અયાન અંદાણી, નિખિતા સરવૈયા તેમજ બેસ્ટ ડાન્સર કશીશ જોબનપુત્રા, મનન પરમાર, ધર્મીલ દોશી, ક્રિષ્ના સરવૈયા, નિશલ અદરોજા, આર્યન મહેશ્વરી, પીહુ ગોહેલ અને આરોહી વાગડીયાને સન્માનિત કરવામાં આવશે.

કાર્યક્રમમાં એનાઉન્સર તરીકે ભરત નાટ્યમ ડાન્સર મયુરી કોટેચા અને અસલમ જાફરાની કાર્યરત રહેશે. કાર્યક્રમનું સંચાલન આદર્શ જોબનપુત્રા અને ટીમ દ્વારા કરવામાં આવશે.

- text