મોરબીના જીવાદોરી મચ્છુ-૨ ડેમની સપાટી ૧૧.૩૨ ફૂટ પોહચી

- text


મોરબી પરનું જળ સંકટ ટાળ્યું : મચ્છુ-૩ ડેમ ૩.૬૦ અને ડેમી-૨માં ૨ ફૂટ પાણી આવ્યું

મોરબી : મોરબી પંથકમાં વરસાદના કારણે જિલ્લાના ડેમોમાં નવા નિરની આવક થઈ છે. જેમાં સૌથી વધુ મચ્છુ-૨ ડેમ ૧૧.૩૨ ફૂટની સપાટીએ પહોંચ્યો છે. ડેમમાં કુલ ૪૬૭.૮૫ એમસીએફટી પાણીના જથ્થાનો સંગ્રહ થયો છે. જેના કારણે મોરબી પર તોળાતું જળ સંકટ હાલ ચાર મહિના પૂરતું ટળી ગયું છે.

- text

મોરબી જિલ્લાના ડેમોમાં પાણીની આવક થઈ છે. જેમાં મચ્છુ-૨ ડેમની સપાટી ૧૧.૩૨ ફૂટ અને પાણીનો જથ્થો ૪૬૭.૮૫ એમસીએફટી, મચ્છુ-૩ ડેમની સપાટી ૩.૬૦ ફૂટ અને પાણીનો જથ્થો ૩૩.૪૦૬ એમસીએફટી તેમજ ડેમી-૨ની સપાટી ૨ ફૂટ અને પાણીનો જથ્થો ૨૧ એમસીએફટી નોંધાયો છે.

- text