હળવદ : માળિયા હાઈવે પર ઓઈલ ભરેલું ટેન્કર પલટી મારી જતા તેલના ખાબોચીયા ભરાયા

- text


હળવદ હાઈવે પર આવેલ આસ્થા મીલની નજીક ગત મોડી રાત્રે બન્યો બનાવ : ટેન્કર ચાલકને ઈજા : અકસ્માતના પગલે ટ્રાફિક જામના દ્દશ્યો સર્જાયા

હળવદ : માળિયા હાઈવે પર ગત મોડી રાત્રે કચ્છના કંડલા બંદર તરફથી આવતો આરપીઓ ઓઈલ ભરેલું ટેન્કર પલટી મારી જતા ચાલકને ઈજાઓ પહોંચતા હળવદની સરકારી હોસ્પિટલે ખસેડાયો હતો. કંડલા બંદરથી આવતો ટેન્કર કડીના જીવન એગ્રોમાં જઈ રહ્યો હતો તે દરમિયાન હળવદ હાઈવે પર આવેલ આસ્થા મીલની નજીક ડ્રાઈવરને જાકો આવતા ઓઈલ ભરેલું ટેન્કર પલટી મારી ગયું હતું.

- text

જાણવા મળતી માહિતી મુજબ ગત મોડી રાત્રીના ૩.૩૦ વાગ્યાના અરસામાં કચ્છના કંડલા બંદરથી કડી તરફ જઈ રહેલ ઓઈલ ભરેલ ટેન્કરને હળવદ હાઈવે પર આવેલ આસ્થા મીલ પાસે અકસ્માત નડતા ટેન્કર પલટી મારી ગયું હતું. જાકે આ અકસ્માતના બનાવમાં ટેન્કર ચાલકને ઈજાઓ પહોંચતા હળવદની સરકારી હોÂસ્પટલે સારવાર અર્થે ખસેડાયો હતો. આ બનાવના પગલે ટેન્કર નં.જી.જે.૧ર- ઝેડ- ૪૦૭૭ ઓઈલ ભરેલ કડીના જીવન એગ્રોમાં જઈ રહ્યો હતો ત્યારે ટેન્કર ચાલકને મોડી રાત્રે જાંકુ આવી જતા ટેન્કર પલટી ખાઈ ગયું હતું. જયારે ટેન્કરમાં ભરેલ આરપીઓ ઓઈલ હાઈવે રોડ ઢોળાતા નાના-મોટા તેલના ખાબોચીયા ભરાઈ જવા ગયા હતા. આ અકસ્માતના પગલે માળિયાથી હળવદ હાઈવે થોડા સમય માટે ટ્રાફિક જામના દ્દશ્યો સર્જાયા હતા. જાકે બનાવની જાણ હળવદ પોલીસને થતા ઘટનાસ્થળે પહોંચી ટ્રાફિક હળવો કર્યો હતો.

- text