ભેંસે ભારે કરી ! મકનસર નજીક ભેંસ ડેમુ ટ્રેન હડફેટ આવી જતા મુસાફરો રઝળ્યા

- text


ડેમુ ટ્રેન ભેંસ સાથે અથડાતા ડીઝલ ટેન્કનો ભુક્કો બોલી ગયો : બે કલાક બાદ બીજું એન્જીન બોલાવી ટ્રેન આગળ ચલાવાઈ

મોરબી : અકસ્માતો માટે જાણીતા મોરબી – વાંકાનેર રેલવે ટ્રેક પર આજે ભેંસ અને ડેમુ ટ્રેન વચ્ચે અકસ્માત સર્જાતા સેંકડો મુસાફરો કલાકો સુધી હેરાન પરેશાન થયા હતા.

જાણવા મળ્યા મુજબ રવિવારે સાંજે ૫.૩૦ કલાકના અરસામાં મોરબી – વાંકાનેર વચ્ચે દોડતી ડેમુ ટ્રેન હડફેટ એક ભેંસ આવી જતા જોરદાર અકસ્માત થયો હતો અને આ અકસ્માતના કારણે ડેમુ ટ્રેનની ડીઝલ ટેન્ક તૂટી જવા પામી હતી.

- text

વધુમાં ડીઝલ ટેન્ક તૂટી જતા ડેમુ ટ્રેન આગળ વધી શકે તેમ ન હોય બે કલાક બાદ રેલવે તંત્ર દ્વારા બીજું એન્જીન બોલાવી ડેમુ ટ્રેનને આગળ ધપાવવામાં આવી હતી અને મુસાફરોને કલાકો સુધી પરેશાની વેઠવી પડી હતી.

 

- text