હળવદના ચરાડવામાં શેઢા તકરારમાં મહિલાને માર પડ્યો

- text


હળવદ : હળવદ તાલુકાના ચરાડવા ગામે શેઢા તકરારમાં પાડોશીઓ બાખડી પડતા એક મહિલાને ઇજાઓ પહોંચી હતી.

જાણવા મળતી વિગતો મુજબ જનકબેન પ્રવીણભાઇ સોનાગ્રા ઉ.વ ૩૨, રહે ગામ ચરાડવા તા.હળવદ જી.મોરબીવાળાને આરોપી (૧) ઉકાભાઇ ગંગારામભાઇ સોનાગ્રા (૨) ગોપાલભાઇ ઉકાભાઇ સોનાગ્રા રહે બન્ને:ચરાડવા તા.હળવદ વાળા ફરિયાદીની વાડીનો સેઢો ખોદતા હોવાથી તેમને ના પાડતા બન્ને ઉશ્કેરાયા હતા અને આરોપી નં (૧) ના એ ફરીયાદીને બીભસ્ત ગાળો બોલી પાવડા ના હાથા વડે વાસામાં તેમજ ડાબા કાંડા ઉપર એક એક ઘા મારી મુંઢ ઇજા કરી હતી તેમજ આરોપી નં (૨)ના એ ફરી ને ઢીકાપાટ્ટુ વતી મુઢ માર મારી ને જાનથી મારી નાખાવાની ઘમકી આપી ગુનામાં એકબીજાને મદદગારી કરી હતી. આ મામલે હળવદ પોલીસે જીલ્લા મેજીસ્ટ્રેટના હથીયાર બંધી જાહેરનામાનો ભંગ કરી ગુનો કરવા અંગે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.

- text

- text