મોરબીમાં પીજીવીસીએલની ઘોર બેદરકારી : અમુક વિસ્તારોમાં ૨૦ – ૨૦ કલાકથી લાઈટો ગુલ

- text


સામાકાંઠા વિસ્તાર, ગ્રીનચોક, સો ઓરડી સહિતના વિસ્તારોમાં વિજતંત્રની લાપરવાહી છતી

મોરબી : વરસાદના બે છાંટા પડતા જ મોરબીના લાપરવાહ પીજીવીસીએલ તંત્રની ઘોરબેદરકારી છતી થઈ છે અને વિજતંત્રને પાપે છેલ્લા ૨૦ કલાકથી મોરબીના અમુક વિસ્તારોમાં વીજપુરવઠો ખોરવાયો રહેતો હોવા છતાં નિમ્ભર અધિકારીઓના પેટનું પાણી હલતું નથી. જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

પ્રાપ્ત વિગતો મુજબ લબાડ, લાપરવાહ મોરબીના પીજીવીસીએલ તંત્ર દ્વારા પ્રિમોન્સૂન કામગીરીના નામે દાઠીયા મારી કાગળ ઉપર જ કામગીરી દેખાડી દેતા વરસાદના બે છાંટા પડતા જ આળસુ વિજતંત્રની પોલ ખુલી ગઈ છે અને મોરબીના અનેક વિસ્તારોમાં ગઈકાલે રાત્રે અંધારપટ્ટ છવાયો હતો.

વધુમાં ગઈકાલે બપોરથી મોરબીના સામાકાંઠે સો – ઓરડી વિસ્તારમાં વીજપુરવઠો ખોરવાઈ ગયા બાદ હજુ સુધી વિજતંત્ર ફોલ્ટ શોધી શકી નથી કે વીજપુરવઠો પૂર્વવત ન કરી શકતા લોકોને રાત ઉજાગર કરવા પડ્યા હતા.

- text

ઉપરાંત મોડી રાત્રીના આ વિસ્તારમાં વરસાદી ઝાપટા બાદ જીવતો વિજવાયર તૂટી પડ્યો હોવાની ઘટના ઘટવા છતાં રાજશાહીમાં જીવતા પીજીવીસીએલના બાબુઓ આ વિજવાયરને રીપેર કરવા ન આવતા કોઈ નિર્દોષ પશુ કે માનવીનો ભોગ લેવાય તેવી સ્થિતિ નિર્માણ થઈ છે.

દરમીયાન સામાકાંઠા વિસ્તારની જેમ જ મોરબીની મધ્યમાં આવેલા ગ્રીન ચોક, દરબારગઢ સહિતના વિસ્તારોમાં પણ વીજપુરવઠો વારંવાર ખોરવાઈ જતો હોવાથી તેમેજ વિજતંત્રની લાપરવાહી અને રીપેરીંગ કરવા ન આવવાની દાદાગીરીને કારણે લોકોમાં રોષની લાગણી જન્મી છે.

- text