મોરબી જિલ્લા કલેક્ટર કચેરીમાં ગૂંગણ ગામના પરિવાર દ્વારા આત્મવિલોપનનો પ્રયાસ

- text


સાંથણીની જમીન પર થયેલા દબાણ મુદે પરિવારના પાંચેય સભ્ય આત્મવિલોપન કરે તે પૂર્વે જ અટકાયત

મોરબી : મોરબીના ગૂંગણ ગામે સાથણીની જમીનમાં અમુક ઈસમોના કબ્જા મામલે અસરગ્રસ્ત પરિવારોના ૫ સભ્યો દ્વારા જિલ્લા કલેકટરની કચેરીમાં આત્મવિલોપન નો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આત્મવિલોપન કર્યા પૂર્વે પાંચેય અરજદારોની અટકાયત કરવામાં આવી હતી.

મોરબીના ગૂંથણ ગામે સાંથણીની જમીનમાં અમુક શખ્સોએ દબાણ કરવામાં આવ્યો હોય, અસરગ્રસ્ત પરિવાર દ્વારા આ અંગે અનેક રજુઆત કરી હોવા છતાં કોઈ પરિણામ આવ્યું ન હતું. જેથી અસરગ્રસ્ત પરિવારના પાંચ સભ્યોએ આત્મવિલોપન કરવાનો નિર્ણય કર્યો હતો.

- text

આ અંગે જાણ થતાં જિલ્લા કલેકટર કચેરી ખાતે પોલીસનો કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો હતો. પરિવારના પાંચ સભ્ય આત્મવિલોપન કરે તે પૂર્વે જ પોલીસે પાંચેયની અટકાયત કરી હતી.

 

- text